Shah Rukh Khan accidentally kisses Kajol during dance, video goes viral
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • ડાન્સ કરતાં-કરતાં શાહરૂખ ખાને ભૂલમાં કાજોલને કરી લીધી લિપ કિસ, વીડિયો વાયરલ થતાં હાહાકાર

ડાન્સ કરતાં-કરતાં શાહરૂખ ખાને ભૂલમાં કાજોલને કરી લીધી લિપ કિસ, વીડિયો વાયરલ થતાં હાહાકાર

 | 7:00 pm IST
  • Share

બોલિવૂડમા અમુક જોડીઓના નામ ભારે હિટ થઈ જાય છે. એમાંની જ એક જોડી એટલે કે શાહરૂખ અને કાજોલની. પરંતુ આ જોડીથી એક વખત એવી ભૂલ થઈ ગઈ કે લોકો ખડખડાટ હસવા લાગ્યા હતા. પહેલાંથી જ બોલિવૂડમાં કાજોલ અને શાહરૂખ ખાન વચ્ચેની મિત્રતાની વાતો સાંભળવા મળે છે. ઓનસ્ક્રીન આ જોડી જેટલી રોમેન્ટિક છે તેટલી જ ઓફ સ્ક્રીન પણ.

એક જૂનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બંને ડાન્સ રિહર્સલ કરી રહ્યા છે, પરંતુ આ દરમિયાન અચાનક શાહરૂખ ખાન ભૂલથી કાજોલને કિસ કરી લે છે. આ જોઈને સેટ પર હાજર દરેક લોકો જોતાં જ રહી જાય છે અને હસવા લાગે છે.

આ વીડિયો ફિલ્મ ‘દિલવાલે’ નાં સેટનો છે. આ ફિલ્મમાં કાજોલ અને શાહરૂખ ખાન ઉપરાંત વરુણ ધવન અને કૃતિ સેનન પણ જોવા મળ્યા હતા. આ વીડિયોને ફિલ્મફેરે તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. એ સિવાય બીજો પણ એક વીડિયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં કાજોલ શાહરૂખ ખાનનો ગાલ ખેંચતી જોવા મળે છે.

કાજોલ અને શાહરૂખ ખાનની જોડી ફેન્સ વચ્ચે પણ ભારે પસંદ કરવામાં આવે છે. બન્નેએ સાથે ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે.

આ વીડિયો પણ જુઓ: વડોદરા એક જ દિવસમાં કોરોનાના 47 કેસ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન