shah rukh khan and ranbir kapoor pole dance video viral
  • Home
  • Videos
  • Featured Videos
  • VIDEO: શાહરૂખ અને રણબીરે હોટ સુંદરીઓ બનીને કર્યો પોલ ડાન્સ, પ્રિયંકા-દીપિકા-રેખા હસીને લોટપોટ

VIDEO: શાહરૂખ અને રણબીરે હોટ સુંદરીઓ બનીને કર્યો પોલ ડાન્સ, પ્રિયંકા-દીપિકા-રેખા હસીને લોટપોટ

 | 4:22 pm IST

એવું કહેવાય છે કે બોલિવૂડ સ્ટાર ક્યારે કયા રૂપમાં જોવા મળે એ નક્કી નહીં. ક્યારેક ફિલ્મ માટે રૂપ બદલે તો ક્યારેક સ્ટેજ શોમાં એન્ટરટેન માટે નવા નવા અવતાર ધારણ કરે. હાલમાં કંઈક એવું જ જોવા મળ્યું. શાહરૂખ ખાન અને રણબીર કપૂરનો હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં તે છોકરી બનીને ડાન્સ કરી રહ્યા છે.

કેટરિના કૈફનાં ગીત ટચ મી પર બંન્ને ડાન્સ કરતા જોવા મળે છે. જો કે આ વીડિયો થોડો જૂનો છે પરંતુ હાલમાં સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં શાહરૂખ અને રણબીર કપૂરનો અંદાજ એકદમ કમાલનો છે.

આવો ધમાકેદાર વીડિયો ફિલ્મફેર એવોર્ડ દરમિયાનનો છે. શાહરૂખ અને રણબીર બંન્ને પોલ ડાન્સ કરતા જોવા મળે છે અને એન્ટરટેન કરાવે છે. આ વીડિયો વખતે ત્યા હાજર સેલેબ્રિટી બધા હસી હસીને લોથપોથ થઈ ગયા હતાં. દર્શકોમાં રેખા, પ્રિયંકા અને દીપિકા જેવી અભિનેત્રીઓ પણ જોર જોરથી હસી રહી છે. ઈન્ટરનેટ પર હાલમાં આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. તો જુઓ આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન