Shah Rukh Khan, joking with traffic police, got beaten, hit me
  • Home
  • Entertainment
  • Bollywood
  • ટ્રાફિક પોલીસથી મજાક કરવી શાહરૂખ ખાનને પડી ભારે, પડ્યો હતો માર

ટ્રાફિક પોલીસથી મજાક કરવી શાહરૂખ ખાનને પડી ભારે, પડ્યો હતો માર

 | 2:47 pm IST

બોલીવુડના કિંગ ખાન શાહરૂખ ખાન રીલ લાઇફમાં જેટલો રોમેન્ટિક અને કુલ બોય નજરે પડે છે. ખાનગી જિંદગીમાં તે ખૂબ જ મજાકીયા છે. એવી જ રીતે એક વખત તેની પર ભારે પડી ગઇ હતી અને પોલીસે શાહરૂખને ખૂબ માર માર્યો હતો. આ ઘટનાને શાહરૂખ ખાને એક ટીવી શોમાં કહી હતી. જોકે, વાત એ દિવસની જ્યારે શાહરૂખ ખાન સ્ટાર ન હતા. ફિલ્મોથી દૂર-દૂર સુધી કોઇ સંબંધ ન હતો. કોલેજ દરમિયાન બસ પ્લે કરતા હતા. મિત્રો પાસે ફિએટ 800 ગાડી હતી. તેમા જ બધા મિત્રો પ્લે માટે જતા હતા.

એક વખત ક્યાંકથી પ્લે કરીને શાહરૂખ તેના મિત્રો સાથે પરત ફરી રહ્યો હતો. મોડી રાતે થઇ હતી. દિલ્હીના તાજમાન સિંહ ચોરાહા પાસે કેટલાક પોલીસ વાળાએ સિક્યોરિટીને લઇને ગાડી રોકી હતી. ગાડી રોક્યા બાદ તેમાથી એક જાટ ટ્રાફિક પોલીસ વાળાએ તેની ભાષામાં પૂછ્યું. રે ડિક્કીમાં કે હે? મિત્રો કઇ બોલે તે પહેલા શાહરૂખ જોશમાં આવીને બોલ્યા કે કઇ નથી, બે એકે 47 છે અને એક ડેડબોડી છે. તે બાદ શુ થયું. શાહરૂખે કહ્યું તે સમયે હરિયાણા પોલીસે શાહરૂખને માર માર્યો હતો.

શાહરૂખ ખાનને બોલીવુડનો બાદશાહ, રોમાન્સ કિંગ અને કિંગ ઓફ બોલીવુડ જેવા નામથી પ્રખ્યાત છે. તે 80થી પણ વધારે ફિલ્મો કરી ચૂક્યા છે. શાહરૂખ ખાને 1992માં ફિલ્મ દીવાનાથી બોલીવુડમાં તેના કરિયરની શરૂઆત કરી હતી. તે બાદ શાહરૂખ ખાને પાછળ ફરીને ક્યારેય ન જોયું. શાહરૂખ ખાનની હાલની રિલીઝ ફિલ્મ ઝીરો હતી જે બોક્સ ઓફિસ પર વધારે કમાલ કરી શકી હતી. જણાવી દઇએ કે શાહરૂખ ખાન ફિલ્મ સારે જહાં સે અચ્છામાં નજરે પડવાનો છે. આ ફિલ્મ ક્રિસમસ સુધી રિલીઝ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન