Shah Rukh Khan reached Arthur road Jail to meet Son Aryan Khan
  • Home
  • Entertainment
  • Bollywood
  • શાહરૂખ ખાન દીકરા આર્યનને મળવા જેલ પહોંચ્યો, Video આવ્યો સામે

શાહરૂખ ખાન દીકરા આર્યનને મળવા જેલ પહોંચ્યો, Video આવ્યો સામે

 | 9:39 am IST
  • Share

  • મુંબઈની આર્થર રોડ જેલ પહોંચ્યો શાહરૂખ ખાન

  • ક્રૂઝ ડ્રગ્સ કેસમાં જેલમાં બંધ છે આર્યન ખાન

     

શાહરૂખ ખાનનો દીકરો આર્યન ખાન હાલ મુંબઇ ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસમાં ફસાયો છે. 20 ઑક્ટોબરના રોજ આર્યનની જામીનની અરજીને મુંબઇની સેશન્સ કોર્ટે ફગાવી દીધી. ત્યારબાદ આર્યનને ફરી એક વખત જેલમાં જવું પડ્યું.મળતી માહિતી પ્રમાણે જામીન ના મળતા આર્યન ખાન નિરાશ થઇ ગયો છે અને તે જેલમાં કોઇની પણ સાથે વાત કરી રહ્યો નથી. હવે પિતા શાહરૂખ ખાન દીકરાને મળવા આર્થર રોડ જેલ પહોંચ્યો છે.

શાહરૂખ ખાનનો દીકરો આર્યન ખાન હાલ મુંબઇ ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસમાં ફસાયો છે. 20 ઑક્ટોબરના રોજ આર્યનની જામીનની અરજીને મુંબઇની સેશન્સ કોર્ટે ફગાવી દીધી. ત્યારબાદ આર્યનને ફરી એક વખત જેલમાં જવું પડ્યું. મળતી માહિતી પ્રમાણે જામીન ના મળતા આર્યન ખાન નિરાશ થઇ ગયો છે અને તે જેલમાં કોઇની પણ સાથે વાત કરી રહ્યો નથી. હવે પિતા શાહરૂખ ખાન દીકરાને મળવા આર્થર રોડ જેલ પહોંચ્યો છે.

શાહરૂખ ખાન ગુરૂવાર સવારે દીકરા આર્યન ખાનને મળવા આર્થર રોડ પહોંચ્યો. તેણે ગ્રે ટી-શર્ટ અને ચશ્મા પહેર્યા હતા. બંનેની મુલાકાત લગભગ 15 મિનિટ સુધી ચાલી હતી. આની પહેલાં શાહરૂખ ખાન અને તેની પત્ની ગૌરી ખાને આર્યન સાથે વીડિયો કોલ પર વાત કરી હતી. કહેવાતું હતું કે બંને દીકરા માટે પરેશાન છે અને તેની તબિયતને લઇ જેલના અધિકારીઓ પાસેથી માહિતી લેતા રહે છે.

આર્યન ખાન છેલ્લાં 14 દિવસથી મુંબઇની આર્થર રોડ જેલમાં બંધ છે. એનસીબી એ તેના પર ડ્રગ્સ લેવા અને ઇન્ટરનેશનલ ડ્રગ ટ્રાફિકિંગ સાથે જોડાયાનો આરોપ મૂકયો છે. આર્યન ખાનની જામીન અરજી મેજિસ્ટ્રેટ કોર્ટ અને સેશન્સ કોર્ટમાંથી રદ્દ થઇ ચૂકી છે. હવે તેમના વકીલોએ મુંબઇ હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા છે.

NCBની વાત કરીએ તો તેની સાથે જોડાયેલા સૂત્રોએ કહ્યું કે આર્યન ખાનની ન્યાયિકત કસ્ટડી પૂરી થવાની છે એવામાં NCB ફરી એકવખત તેની ન્યાયિક કસ્ટડીની માંગણી કરશે. NCB હાઇકોર્ટમાં પોતાનો જવાબ મૂકવા માટે તૈયાર છે. કહકેવાય છે કે આર્યન ખાનને ઝડપથી રાહત મળવાની શકયતા ઓછી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો