શાહરૂખના દીકરા આર્યન અને ખુશી કપૂર માટે વાર્તાની શોધમાં કરણ - Sandesh
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • શાહરૂખના દીકરા આર્યન અને ખુશી કપૂર માટે વાર્તાની શોધમાં કરણ

શાહરૂખના દીકરા આર્યન અને ખુશી કપૂર માટે વાર્તાની શોધમાં કરણ

 | 1:11 am IST

શાહરૂખ ખાનનો દીકરો આર્યન અને શ્રીદેવીની નાની દીકરી ખુશીએ હિન્દી સિનેજગતમાં પ્રવેશ કરવાની તૈયારી તો શરૂ કરી દીધી છે. પરંતુ હજી એમની ડેબ્યૂ ફિલ્મ માટે વાર્તા મળી નથી. આ માટે બંને પરિવાર હાઇ પ્રોફાઇલ ડેબ્યુ ફિલ્મની યોજના પર કામ કરી રહ્યા છે. સંજય લીલા ભણસાલીથી લઇને કરણ જોહર સાથે મળીને આ વિશે વાતચીત ચાલી રહી હતી. આખરે ખબર મળી છે કે, કરણ જોહરે શાહરૂખ ખાન અને બોની કપૂર સાથે મળીને આ ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું છે. પરંતુ આર્યન અને ખુશી બંનેને સરખી તક મળે એવી વાર્તા હજી મળી નથી.

કરણે આ પહેલા શ્રીદેવીની મોટી દીકરી જાહૃનવીને ફિલ્મ ધડકથી ફિલ્મ જગતમાં પર્દાપણ કરાવ્યા બાદ નાની દીકરી ખુશીની કરિયરની બાગડોર પણ કરણે હાથમાં લીધી છે. તો બીજી બાજુ શાહરૂખે પણ તેના દીકરા આર્યનને લોન્ચ કરવાની જવાબદારી તેના ખાસ મિત્ર કરણને સૌપી છે. સાંભળવામાં આવ્યું છે કે, કરણ જોહર અત્યારે એવી વાર્તાની શોધમાં છે, જેમાં ખુશી અને આર્યન માટે સમાન રૂપની ભૂમિકા હોય. સિનેજગતમાં ચાલી રહેલી ચર્ચાઓ પરથી કહી શકાય કે શ્રીદેવી પોતાની બંને દીકરીઓને અભિનેત્રી બનાવવા માંગતી હતી. જાહૃનવીની સાથે સાથે તેણે ખુશીને પણ અભિનય અને સેલિબ્રિટીના અનુભવો શીખવ્યા હતા. કરણ જોહરે શ્રીદેવીને વચન આપેલું કે તે તેની બંને દીકરીઓને તેના બેનર હેઠળ લોન્ચ કરશે. કરણ જોહરે બોની કપૂરને કહ્યું છે કે,  તે હવે ખુશીને હિન્દી સિનેજગતના રૂપેરી પડદે લાવવા માટે તૈયાર છે. એમ માનવામાં આવે છે કે જો કરણ જોહર શાહરૂખ ખાનનો દીકરો આર્યન અને શ્રીદેવીની દીકરી ખુશીને એક સાથે લોન્ચ કરવામાં સફળ રહ્યા તો આ દર્શકનો સૌથી મોટો ધમાકો ગણાશે. કિંગ ખાન પોતાની કરિયરની સાથે સાથે આર્યન અને દીકરી સુહાનાના ભવિષ્યની યોજનાઓ કરી રહ્યો છે. સુહાનાએ પણ ફિલ્મોમાં આવવાનું નક્કી કરી લીધું છે કે થોડા દિવસ પહેલા તે અંગ્રેજી પત્રિકાના કવર ઉપર પણ નજર આવી હતી. હાલના સમયમાં સુહાના ડ્રામાનું ભણતર કરી રહી છે તેમજ તેણે કેટલાક નાટકો પણ કર્યાં છે.