Shah Rukh's daughter Suhana Khan expresses displeasure
  • Home
  • Entertainment
  • Bollywood
  • ડ્રગ કેસમાં માત્ર હીરોઇનોનાં નામ કેમ લેવાય છે, શાહરૂખની પુત્રી સુહાના ખાને નારાજગી વ્યક્ત કરી

ડ્રગ કેસમાં માત્ર હીરોઇનોનાં નામ કેમ લેવાય છે, શાહરૂખની પુત્રી સુહાના ખાને નારાજગી વ્યક્ત કરી

 | 1:38 pm IST

બોલિવૂડના બેતાજ બાદશાહ ગણાતા શાહરુખ ખાનની પુત્રી સુહાના ખાને ડ્રગ કેસમાં માત્ર હીરોઇનોનાં નામ આવવા સામે નારાજી વ્યક્ત કરી હતી. રિયા ચક્રવર્તી તો પૂછપરછ બાદ જેલમાં ગઇ હતી. અન્ય અભિનેત્રીઓમાં દિયા મિર્ઝા, રકુલ સિંહ, દીપિકા પાદુકોણ, સારા અલી ખાન વગેરેના નામ આવ્યા હતા અને નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ આ બધી અભિનેત્રીઓને સમન્સ મોકલીને પોતાની સમક્ષ હાજર કરી પૂછપરછ કરી રહી છે. ડ્રગ્સની ગેરકાયદે હેરફેરમાં સંડોવાયેલા 15-16 લોકોની એનસીબી દ્વારા ધરપકડ પણ કરવામાં આવી હતી. શુક્રવારે રકુલ પ્રીત સિંહની ચાર કલાક પૂછપરછ ચાલી હતી. આ વિવાદમાં કોઇ કારણ વગર સુહાના ખાને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પોતાનો પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. સુહાનાએ કહ્યું હતું કે મહિલાઓ પ્રત્યે સમાજની નફરત વધે છે. શું માત્ર હીરોઇનો જ ડ્રગ્સ લે છે. અન્ય લોકો નથી લેતા. નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ માત્ર હીરોઇનોને પૂછપરછ માટે બોલાવી એ મહિલાઓ પ્રત્યે નફરતથી ભરેલું વર્તન છે. આમ તો હીરોલોગનાં નામ પણ એનસીબીની ડાયરીમાં છે પરંતુ અત્યારે માત્ર હીરોઇનોની આકરી પૂછપરછ ચાલી રહી હતી. એટલે સુહાના વધુ આહત થઇ હોય એવું એના પ્રતિભાવ પરથી લાગતું હતું.

બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણા હોબાળો મચી રહ્યો છે. સુશાંત સિંહ રાજપૂતનાં મૃત્યુ પછી ફિલ્મ ઉદ્યોગમાં ડ્રગ્સના કેસમાં એવી રીતે આગ લાગી છે કે એક પછી એક અનેક પ્રખ્યાત નામો તેમાં જોડાતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન સુપરસ્ટાર દીપિકા પાદુકોણ, રકુલપ્રીત સિંહ, શ્રદ્ધા કપૂરના જેવા આઘાતજનક નામ સામે આવ્યા છે. એનસીબી હવે આ તમામની પૂછપરછ કરી રહી છે.

આ વીડિયો પણ જુઓઃ સોશિયલ મીડિયા ચેલેન્જ પડી શકે છે મોંઘી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન