Amit Shah Said Congress That They Should Be Ashamed Because...
  • Home
  • Featured
  • કૉંગ્રેસ પર ગર્જ્યા શાહ, કહ્યું – શરમ કરો, રાહુલનાં નિવેદનનો ભારત વિરુદ્ધ ઉપયોગ કરે છે પાક

કૉંગ્રેસ પર ગર્જ્યા શાહ, કહ્યું – શરમ કરો, રાહુલનાં નિવેદનનો ભારત વિરુદ્ધ ઉપયોગ કરે છે પાક

 | 3:34 pm IST

કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે રવિવારનાં જમ્મુ-કાશ્મીરથી કલમ 370 હટાવવાનો વિરોધ કરવા માટે કૉંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી પર જોરદાર પ્રહાર કર્યા. શાહે કહ્યું કે, “કૉંગ્રેસ પાર્ટીએ જમ્મુ-કાશ્મીરથી કલમ 370ને હટાવવાનો વિરોધ કર્યો હતો. એટલું જ નહીં, રાહુલ ગાંધીનાં નિવેદનને પાકિસ્તાને પોતાના ભાષણમાં ઉપયોગમાં લીધું.” તેમણે કહ્યું કે, “કૉગ્રેસને શરમ આવવી જોઇ કે રાહુલ ગાંધીનાં નિવેદનનો ઉપયોગ ભારતની વિરુદ્ધ થઇ રહ્યો છે.”

પીએમ મોદીએ સંસદનાં પહેલા જ સત્રમાં ઐતિહાસિક નિર્ણય લીધો

કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીમાં આયોજિત એક કાર્યક્રમમાં શાહે કહ્યું કે, “ગત સંસદ સત્રમાં પીએમ મોદીએ ઐતિહાસિક નિર્ણય લીધો. કલમ 370 અને 35A દેશનાં એકત્રિકરણમાં અડચણરૂપ હતુ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તમે બીજીવાર પીએમ બનાવ્યા અને તેમણે સંસદનાં પહેલા જ સત્રમાં કલમ 370ને ખત્મ કરી દીધી. પીએમ મોદી સિવાય આ કામ કોઈ બીજું નહોતુ કરી શકતુ.”

રાહુલ ગાંધીનાં નિવેદનનો પાકિસ્તાન ભારત વિરુદ્ધ ઉપયોગ કરે છે

બીજેપી અધ્યક્ષે કહ્યું કે, “કલમ 370 હટવાથી જમ્મુ-કાશ્મીરમાં વિકાસનાં રસ્તાઓ ખુલ્યા છે. આતંકવાદની શબપેટીમાં અમે અંતિમ ખીલો ઠોક્યો છે. કાશ્મીરને સંપૂર્ણ રીતે ભારત સાથે મિલાવવાનું કામ થયું છે. તમામ લોકો આ નિર્ણય પર સરકારની સાથે છે, પરંતુ કેટલાક લોકો આનો વિરોધ કરી રહ્યા છે. કૉંગ્રેસે કલમ 370 હટાવવાનો વિરોધ કર્યો. આજે પણ રાહુલ ગાંધી જે નિવેદન આપે છે, તેની પાકિસ્તાનમાં પ્રશંસા થાય છે. તેમના નિવેદનને પાકિસ્તાન પોતાની અરજીમાં સામેલ કરે છે. કૉંગ્રેસીઓને શરમ આવવી જોઇએ કે તેમના નિવેદનનો ઉપયોગ ભારતની વિરુદ્ધ થઇ રહ્યો છે.”

જળ શક્તિ મંત્રાલય દરેક ઘરને સંપૂર્ણ બનાવવાનું કાર્ય કરશે

બીજેપીનાં વરિષ્ઠ નેતાએ કહ્યું કે, “પીએમ નરેન્દ્ર મોદીએ આ વખતે જળ શક્તિ મંત્રાલયની શરૂઆત કરી. આ મંત્રાલય જળ સંચય, ડેમોની ક્ષમતામાં વધારો, ઘર, ગામ, ખેતરોમાં પાણીની વ્યવસ્થા કરશે. આ ઉપરાંત ખેડૂતોને ઓછા પાણીમાં વધારે ઉત્પાદન મળે એવી ટેકનોલોજીનો વધારો કરશે.” તેમણે કહ્યું કે, “2014માં જ્યારે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા તો તેમણે દરેક વ્યક્તિને ઘર અને દરેક ઘરમાં શૌચાલય, વીજળી અને આયુષ્યમાન ભારત યોજનાનું કાર્ડ આપવાનો નિર્ણય કર્યો હતો. દરેક ઘરમાં સંકલ્પ શુદ્ધ પાણી આપવાનો સંકલ્પ છૂટી ગયો હતો. જળ શક્તિ મંત્રાલય દરેક ઘરને સંપૂર્ણ બનાવવાનું કાર્ય કરશે.”

અમિત શાહે કહ્યું કે, “આજથી અહીં અત્યાધુનિક મેડિકલ કૉલેજ શરૂ થવા જઇ રહી છે. હવે આ સંઘ શાસિત પ્રદેશનાં બાળકો ડૉક્ટર બનીને અહીનાં લોકોની સેવા કરશે.”

આ વિડીયો પણ જુઓ: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનો કાર્યક્રમ 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન