Shahbaz Nadeem caught and bowled lungi ngidi in test Match
  • Home
  • Sports
  • Cricket
  • ઐતિહાસિક જીતની આ અંતિમ વિકેટ છે ચર્ચામાં, બની અજીબોગરીબ ઘટના, જુઓ Video

ઐતિહાસિક જીતની આ અંતિમ વિકેટ છે ચર્ચામાં, બની અજીબોગરીબ ઘટના, જુઓ Video

 | 4:03 pm IST

રાંચીના રણમાં દક્ષિણ આફ્રિકાને ધૂળ ચટાડ્યા બાદ ભારતીય ટીમમાં જશ્નનો માહોલ છે. આ જીત સાથે ટીમ ઇન્ડિયાએ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં 240 પોઈન્ટ સાથે ટેબલમાં ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. જોકે ભારતની જીત નિશ્ચિત હતી પરંતુ ચોથા દિવસની રમતમાં દક્ષિણ આફ્રિકાના અંતિમ વિકેટને લઈ અજીબોગરીબ ઘટના જોવા મળી છે.

આપને જણાવી દઈએ કે ચોથા દિવસે ભારતીય ટીમને જીત માટે માત્ર બે વિકેટની જરૂર હતી. જ્યારે મેચ શરૂ થયાના માત્ર 9 મિનિટની અંદર જ ભારતીય ટીમે સાઉથ આફ્રિકાની બે વિકેટ ઝડપી લીધી. પરંતુ આ બે વિકેટમાંથી એક વિકેટ હાલ ચર્ચામાં છે. થયું એમ કે ડેબ્યૂ મેચ રમી રહેલા લોકલ બોય નદીમના બોલ પર સાઉથ આફિકાના બેટ્સમેન એનગિડીએ જોરદાર શોટ લગાવ્યો. પરંતુ બોલ સીધે નોન સ્ટ્રાઇકર એન્ડ પર ઉભા બેટ્સમેન એનરિચ નોર્ટજેના હેટમેટ પર વાગ્યો અને ટકરાઈને નદીમ તરફ ગયો.

ત્યારે સ્પિનર બોલર નદીમે પણ ચુસ્તી પણે બોલને પકડી કેચ કરી લીધો. જોકે હેલમેટ હોવાથી એક મોટી દુર્ઘટના ઘટવાથી ટળી હતી. પરંતુ આ સાથે ટીમ ઇન્ડિયાને મોટી જીત પણ મળી. આ જીત દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ સૌથી મોટી જીત છે.

આ વીડિયો પણ જુઓ: વડોદરામાં પોલીસ સ્ટેશનમાં યુવકનો આપઘાતનો પ્રયાસ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન