shahid afridi gave controversial statement on Abhinandan and J&K
  • Home
  • Corona live
  • અભિનંદનને લઈ આફ્રિદીએ આપ્યું વિવાદિત નિવેદન, યુવી અને ભજ્જીને ‘મજબૂર’ગણાવ્યા

અભિનંદનને લઈ આફ્રિદીએ આપ્યું વિવાદિત નિવેદન, યુવી અને ભજ્જીને ‘મજબૂર’ગણાવ્યા

 | 3:40 pm IST

પાકિસ્તાનનો ભૂતપૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદી તેના વિવાદિત નિવેદનોના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. ત્યારે મંગળવારે આફ્રિદીએ ફરી એક વાર ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે. શાહિદ આફ્રિદીએ આ વખતે અભિનંદનને લઈ વિવાદિત નિવેદન આપ્યું છે. આફ્રિદીએ કહ્યું કે પાકિસ્તાનની સેનાએ અભિનંદનને હવામાંથી નીચે પાડ્યો હતો. પરંતુ તેમ છતાં ભારતે તેને હીરો બનાવ્યો. એટલું જ નહીં આફ્રિદીએ એકવાર ફરી કાશ્મીર અંગે પણ વાત કહી છે.

અભિનંદનને લઈ કહી આ વાત:

મીડિયા રિપોર્ટ મુજબ શાહિદ આફ્રિદીએ એક ટીવી ચેનલ પર લાઇવ વાતચીત દરમિયાન કહ્યું કે,‘પાકિસ્તાનની સેનાએ હંમેશા પોઝિટિવિટી ફેલાવી છે. એનું સૌથી મોટું ઉદાહરણ શું હોઈ શકે કે જે ભાઈ આપણા ત્યાં ઉડતા આવ્યા હતા અભિનંદન, અમે તેમને ચા પીવડાવીને સન્માન સાથે પરત તેમના દેશ મોકલ્યા. ભારતમાં તેમને હીરો બનાવ્યા. જેને અમે નીચે પાડીને પરત મોકલ્યો.’આફ્રિદીએ આ સિવાય કહ્યું કે,‘આનાથી વધુ અમે તમારા માટે શું કરી શકીએ. મારો મતલબ છે કે ભારતે પણ એક-બે પગલા આગળ વધવું જોઈએ. તમે બધા મનુષ્ય છો તે આધારે કામ કરો.’

ફરી કાશ્મીરનો રાગ આલાપ્યો:

આ સિવાય આફ્રિદીએ કાશ્મીર અંગે પણ નિવેદન આપ્યું હતું. મીડિયા રિપોર્ટ મુજબ આફ્રિદીએ કહ્યું કે,‘કાશ્મીરમાં હિન્દુ લોકો રહેતા હોત અને તેમના પર અત્યાચાર થતો હોત તો પણ હું આ અંગે વાત કરતો હોત. વાત ધર્મની નથી. વાત ઇન્સાનિયતની છે. પાકિસ્તાને ભારતને હંમેશા સકારાત્મક સંકેત આપ્યા છે. અમે સંબંધોને સારા બનાવવાની કોશિશ કરી રહ્યા છીએ. નેતા હંમેશા સંબંધ અને કોમને જોડવાની વાત કરે છે. રાજનીતિમાં ક્યારે ધર્મને વચ્ચે ન લાવવો જોઈએ.’

યુવી અને ભજ્જીને ગણાવ્યા ‘મજબૂર’:

ઉપરાંત આફ્રિદીએ કહ્યું કે,‘હું આખા હિન્દુસ્તાનની વાત નથી કરતો. મને હિન્દુસ્તાનથી ઘણો પ્રેમ મળ્યો છે. સન્માન મળ્યું છે. મારા દેશના લોકો પણ મારાથી ફરિયાદ કરે છે કે હું માત્ર ભારતનું જ નામ લઉ છું.’ઉપરાંત આફ્રિદીએ યુવરાજ અને હરભજનને મજબૂર ગણાવ્યા હતા. તેણે કહ્યું કે,‘તેઓ ભારતમાં રહે છે. તેમને સારી રીતે માહિતી છે કે અત્યાચાર થઈ રહ્યા છે. પરંતુ તે લોકો મજબૂર છે. વધુ હું કંઈ નહીં કહું.’

આ વીડિયો પણ જુઓ: કોરોનાને લઈને લોકોમાં જાગૃતિ લાવવા ત્રણ કલાકારો દ્વારા પ્રયાસ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન