Shahid Afridi Reacts Imran Khan Statement on Pulwama Attack
  • Home
  • Sports
  • Cricket
  • પુલવામા એટેક બાદ ઇમરાન ખાન ભડક્યા, ક્રિકેટર અફરીદી સપોર્ટ કરતાં બબડ્યો કે….

પુલવામા એટેક બાદ ઇમરાન ખાન ભડક્યા, ક્રિકેટર અફરીદી સપોર્ટ કરતાં બબડ્યો કે….

 | 11:33 am IST

જમ્મુ-કાશ્મીરના પુલવામા એટેક બાદ ભારતના ક્રિકેટ ખેલાડી એવી માંગણી કરી રહ્યા છે કે વર્લ્ડ કપ 2019મા પાકિસ્તાનની સાથે મેચ રમવી જોઇએ નહીં. આ બધાની વચ્ચે પાકિસ્તાની ક્રિકેટર શાહિદ અફરીદી એ પોતાના પ્રધાનમંત્રી ઇમરાન ખાનના એ નિવેદનના સમર્થનમાં ઉતરી આવ્યા છે જેમાં તેમણે હુમલામાં પાકિસ્તાનની ભૂમિકા હોવાનો ઇન્કાર કર્યો હતો.

પાકિસ્તાની ક્રિકેટ ટીમના કેપ્ટન રહેલા શાહિદ અફરીદી એ પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી પીએમ ઇમરાન ખાનનો એક વીડિયો શેર કરતાં લખ્યું, આ પગલું નક્કર અને સ્પષ્ટ છે. આપને જણાવી દઇએ કે અત્યારે ક્રિકેટર અફરીદી પાકિસ્તાન સુપર લીગમાં મુલ્તાન સુલ્તાન માટે રમી રહ્યો છે.

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને કાશ્મીરમાં ગુરૂવારના રોજ થયેલા આતંકવાદી હુમલામાં પાકિસ્તાનનો હાથ હોવાના ભારતના આરોપો પર રાષ્ટ્રના નામ પર પેગામમાં એક વીડિયો સંદેશ દ્વારા પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ એ વાત સમજાવે છે કે ભારતમાં આ વર્ષે ચૂંટણી થવાની છે અને પાકિસ્તાનને દોષિત ગણાવી લોકોના વોટ પ્રાપ્ત કરવા સરળ થઇ જશે. તેમણે આશા વ્યક્ત કરી કે શ્રેષ્ઠ સમજ વિકસિત થશે અને ભારત વાર્તા કરવા માટે તૈયાર થશે.

પાકિસ્તાનના નામે સંબોધનમાં ઇમરાન ખાને કહ્યું હતું કે હું ભારત સરકાર માટે જવાબ આપી રહ્યો છું. જ્યારે સાઉદીના પ્રિન્સ અમારા દેશની અગત્યની મુલાકાત પર હતા તો ભલા પાકિસ્તાન આવું શું કામ કરશે. જ્યારે પણ કાશ્મીરમાં કોઇ ઘટના બને તો પાકિસ્તાનને જવાબદાર ગણાવા કેટલું યોગ્ય છે. પાકિસ્તાનને દર વખતે વિપેન બોય બતાવા યોગ્ય ગણાશે નહીં. પાકિસ્તાની પીએમે કહ્યું કે ભારત જો પુલવામા આતંકી હુમલાની કોઇપણ પ્રકારની તપાસ કરવા માંગે છે તો અમે તૈયાર છીએ. જો તેમની પાસે આ હુમલામાં પાકિસ્તાનના સામેલ હોવાના કોઇ પુરાવા છે તો અમને આપે, અમે એકશન લેશું. અમારા પર કોઇપણ પ્રકારનું દબાણ નથી. જો કોઇ પાકિસ્તાની જમીન અમારી વિરૂદ્ધ ઉપયોગ કરી રહ્યું છે તો એ યોગ્ય નથી.

ઇમરાન ખાને કહ્યું હતું કે તેમનો દેશ આતંક પર વાત કરવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે જ્યારે પણ અમે ભારત સાથે વાતચીત કરવા માટે ઓફર કરીએ છીએ તો તેઓ કહે છે કે પહેલાં આતંકવાદને ખત્મ કરે. અમે આતંક પર વાત કરવા માટે તૈયાર છીએ. અમે ઇચ્છીએ છીએ કે આ ક્ષેત્રમાં આતંક ખત્મ થાય. અમને સૌથી વધુ આતંકથી નુકસાન થયું છે. 100 અબજ ડોલરથી વધુ અમને આર્થિક નુકસાન થયું છે. 15 વર્ષમાં 70 હજાર પાકિસ્તાની આતંકના લીધે મરી ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન