શાહિદ કપૂર અને મીરા રાજપૂત કપૂર સત્તાવાર રીતે અભિનેતા રણબીર કપૂરના પાડોશી બની ગયા છે. શાહિદ અને મીરા નવું ઘર બાંદરાના પાલી હિલ વિસ્તારમાં ૨૮ કરોડ રૂપિયામાં ખરીદવાના હોવાના અહેવાલ છે.

હાલમાં તો શાહિદ કપૂર પોતાના પરિવાર સાથે જુહૂની પ્રણેતા બિલ્ડિંગમાં રહે છે. આ ઇમારતમાં જ વિદ્યા બાલન પણ પોતાના પરિવાર સાથે રહે છે. હાલમાં શાહિદ અને વિદ્યા પોતપોતાના પરિવાર સાથે જ્યાં રહે છે એ પ્રણેતા બિલ્ડિંગની ગણતરી જુહૂની બહુ પોશ સોસાયટીમાં થાય છે જેના ફ્રન્ટમાં જુહૂ ચોપાટી દેખાય છે.

નોંધનીય છે કે હાલમાં શાહિદ ફિલ્મ પદ્માવતીમાં દિગ્દર્શક સંજય લીલા ભણસાલી સાથે કામ કરી રહ્યો છે. સંજય લીલા ભણસાલી સાથે શાહિદ કપૂરની પહેલી ફિલ્મ છે. પોતાની ૧૪ વર્ષની અભિનય કારકિર્દીમાં શાહિદે ભણસાલી સાથે કયારેય કામ કર્યુ નથી. ભણસાલી ફિલ્મ પદ્માવતી બાદ શાહિદ સાથે વધુ એક રોમેન્ટિક ફિલ્મ બનાવવાની યોજના બનાવી રહ્યાં છે. ભણસાલીએ શાહિદને સ્ક્રીપ્ટ આપી છે અને શાહિદને તે સ્ક્રીપ્ટ ગમી છે.