Shahid Kapoor became Emotional while doing a Seen in Kabir Singh
  • Home
  • Entertainment
  • Bollywood
  • કબીર સિંહમાં આ સીન વખતે શાહીદ કપૂરનાં રૂંવાડા ઉભા થઈ ગયા હતા, જતા જતા ખુલાસો થયો

કબીર સિંહમાં આ સીન વખતે શાહીદ કપૂરનાં રૂંવાડા ઉભા થઈ ગયા હતા, જતા જતા ખુલાસો થયો

 | 6:03 pm IST

ટીવી પર સ્ટાર સિન લેવા માટે અમુક વખતે જીવ રેડીને મહેનત કરતાં હોય છે. પરંતુ લોકોને માત્ર પડદાં આગળની વાત દેખાતી હોય છે. પડદાં પાછળ શું થતું હોય એ ન ખબર હોય. તો હાલમાં સુપર હિટ ફિલ્મ કબીર સિંહના એક સિનને લઈ મોટો ખુલાસો થયો છે. શાહિદના ફેને એક પોસ્ટ શેર કરીને આ વાત જણાવી છે.

વાત કરીએ જો શાહિદની ફિલ્મ કબીર સિંહની તો એ આમ તો વિવાદીત રહી હતી. પરંતુ એની એક્ટિંગના ચોતરફ વખાણ કરવામાં આવ્યા હતાં. આ ફિલ્મ બૉક્સ ઑફિસ પર પણ 300 કરોડથી વધારે કમાણી કરી ગઈ છે.

તાજેતરમાં શાહિદના ફેને પોસ્ટ શેર કરી છે અને લખ્યું કે જ્યારે કોઇ એક્ટર પોતાના કિરદારમાં ઇમોશનલ થઇ જાય છે અને પોતાના કેરેક્ટરમાં ડૂબી જાય છે. ત્યારે એક વાત સાફ છે કે ઓડિયન્સ સ્ક્રીન સાથે ચોંટી જાય છે. એવું જ અહીં જોવા મળ્યું છે. ફિલ્મ કબીર સિંહમાં જ્યારે શાહિદ કપૂરને ખબર પડે છે કે એ પિતા બનવાનો છો તો એના રૂંવાટા ઊભા થઇ જાય છે.

આ ફેનની પોસ્ટ પર શાહિદે પણ જવાબ આપ્યો છે અને કહ્યું કે, આ તો મે પણ નોટીસ નહોતું કર્યું. ડાયરેક્ટર સંદીપે પણ મને આ કહ્યું હતું કે જ્યારે મે આ ફિલ્મનું એડિટ જોયું એ શાનદાર હતું. ત્યારે જ મે આ સિનને નોટીસ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે ફિલ્મ જગતમાં શાહીદ કપૂરે એન્ટ્રી કરી પછી થોડા જ વર્ષોમાં બધાને બતાવી દીધું કે એ માત્ર ક્યૂટ ચહેરા માટે જાણીતો નથી પરંતુ શાનદાર એક્ટિંગ પણ કરી શકે છે.

આ વીડિયો પણ જુઓ: સુરતમાં રૂ.7.38 કરોડના હિરા ઓનલાઈન વેચાયા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન