Shahid Kapoor Gave Name of His Son, Know The Meaning
  • Home
  • Entertainment
  • Bollywood
  • શાહિદ કપૂરે રાખ્યું દીકરાનું નામ, જાણો શું થાય છે તેના નામનો મતલબ

શાહિદ કપૂરે રાખ્યું દીકરાનું નામ, જાણો શું થાય છે તેના નામનો મતલબ

 | 4:48 pm IST

શાહિદ કપૂર બુધવારે દીકરાનો પિતા બન્યો છે. મીરા રાજપૂતે મુંબઈની હિંદુજા હૉસ્પિટલમાં દીકરાને જન્મ આપ્યો છે. ત્યારબાદ શાહિદ કપૂરને અભિનંદન મળી રહ્યા છે. બુધવારથી જ શાહિદ કપૂર તેના દીકરાનું નામ શું રાખશે તેની ચર્ચાઓ હતી, પરંતુ લાગે છે કે શાહિદ કપૂરે પહેલાથી જ દીકરાનું નામ વિચારીને રાખ્યું હતુ. શાહિદે દીકરાનું નામ ઝૈન(Zain) રાખ્યું છે.

જાણકારી પ્રમાણે આ શબ્દ અરબી ભાષાનો છે અને તેનો મતલબ ‘અનિશ્ચિત’ થાય છે. શાહિદે ટ્વિટર પર જણાવ્યું કે, ‘ઝૈન કપૂર અહી આવી ગયો છે, હવે સંપૂર્ણ પરિવાર છે. બધાને આભાર અને શુભકામનાઓ. અમે ખુશ છીએ. દરેકને પ્રેમ.’ ઉલ્લેખનીય છે કે શાહિદે પોતાની દીકરીનું નામ પોતાનો અને તેની પત્ની મીરાનો પહેલો અક્ષર મેળવીને ‘મીશા’ રાખ્યું હતુ.

ઉલ્લેખનીય છે કે શાહિદ ફેન્સે પણ શાહિદ કપૂર અને મીરા રાજપૂતને દીકરાનાં નામ માટે કેટલાક સજેશન આપ્યા હતા.