...તો આ કારણે ભાઈ ઇશાનની ફિલ્મ ધડકના ટ્રેલર લોન્ચ પાર્ટીમાં નથી પહોંચી શક્યો શાહિદ - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • …તો આ કારણે ભાઈ ઇશાનની ફિલ્મ ધડકના ટ્રેલર લોન્ચ પાર્ટીમાં નથી પહોંચી શક્યો શાહિદ

…તો આ કારણે ભાઈ ઇશાનની ફિલ્મ ધડકના ટ્રેલર લોન્ચ પાર્ટીમાં નથી પહોંચી શક્યો શાહિદ

 | 12:40 pm IST

શ્રીદેવીની દીકરી જાહ્નવી અને શાહિદનો ભાઈ ઇશાન ખટ્ટરની ફિલ્મ ધડક લોન્ચ થઇ ગયું છે. ફિલ્મના ટ્રેલર લોન્ચ ઇવેન્ટ પર જાહ્નવી કપૂરને સપોર્ટ કરવા માટે કપૂર પરિવાર હાજર રહ્યું હતું. અર્જુન કપૂર ઇવેન્ટમાં પહોંચી શક્ય નહતા તો તેમણે એક દિવસ પહેલા જ જાહ્નવીને અભિનંદન પાઠવ્યા હતા અને માફી પણ માંગી હતી.

આ બધાની વચ્ચે ઇશાન ખટ્ટરના પરિવાર તરફથી ઇવેન્ટમાં નીલિમા પહોંચી હતી. આશા કરવામાં આવી રહી હતી કે શાહિદ અને મીર રાજપૂત પણ આ ઇવેન્ટમાં ઇશાનને સપોર્ટ કરવા માટે આવશે પરંતુ બંને ગાયબ રહ્યા હતા.

શાહિદના ઇવેન્ટમાંથી ગાયબ રહેવાનું કારણ સામે આવ્યું છે. હકીકતમાં શાહિદ આ દિવસોમાં મુંબઈથી બહાર અપકમિંગ ફિલ્મ ‘બત્તી ગુલ મીટર ચાલૂ’ની શૂટિંગ કરી રહ્યા છે. શૂટમાં વ્યસ્ત હોવાના કારણે શાહિદ પહોંચી શક્યો નહીં. ઇશાન સાથે તેમની મમ્મી પૂરા ઇવેન્ટમાં સાથે જોવા મળ્યા હતા. શાહિદ-મીરાએ પણ સોશિયલ મીડિયામાં ધડકનું ટ્રેલર શેર કર્યું હતું.

ધડકના ઇવેન્ટમાં સોનમ કપૂર પણ નથી પહોંચી શકી. સોનમ કપૂર આ દિવસોમાં લાંબી રજાઓ પર છે. ધડકને ફેન્સનો સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. 24 `કલાકની અંદર 20 મિલિયનથી વધારે યુટ્યુબ વ્યૂ મળી ચુક્યા છે.