NIFTY 10,202.00 +83.95  |  SENSEX 33,058.54 +298.10  |  USD 65.2400 +0.03
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • Pics: પત્ની મીરા માટે શાહિદે કર્યુ ‘આવુ’ કામ, જોઇ ફેન્સ પણ થઇ ગયા ખુશ

Pics: પત્ની મીરા માટે શાહિદે કર્યુ ‘આવુ’ કામ, જોઇ ફેન્સ પણ થઇ ગયા ખુશ

 | 3:06 pm IST

ગત અઠવાડિયે ન્યૂયોર્કમાં આઇફા એવોર્ડ સમારંભનું આયોજન થયુ છે, જેમા બોલિવૂડના મોટા ભાગનાં સ્ટાર્સ શામેલ થયા હતાં. આ એવોર્ડ સમારંભની તસવીરો પણ અમે તમને દેખાડી હતી. આ એવોર્ડ઼ને અટેન્ડ કરવા અભિનેતા શાહિદ કપૂર પોતાની પત્ની મીરા સાથે પહોંચ્યો હતો. બંન્નેની કેટલીક ખુબ જ રસપ્રદ તસવીરો સામે આવી છે.

ખરેખર આ શોમાં ગ્રીન કાર્પેટ પર એન્ટ્રીનાં સમયે જ્યારે મીરા પહોંચી ત્યારે ગાડીથી ઉતરતા સમયે તે પોતાનો ગાઉન સંભાળી શકી નહી અને એક સારો પતિ સાબિત થતા શાહિદે પોતે મીરાનો ગાઉન પોતાના હાથમાં લઇ લીધો. આ દરમિયાન ત્યાં હાજર કેટલાક ફેન્સે તેમની કેટલીક તસવીરો ક્લિક કરીને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે જે ખુબ જ વાઇરલ થઇ રહી છે.

આ ઇવેન્ટમાં શાહિદ કપૂરને ફિલ્મ ઉડતા પંજાબ માટે બેસ્ટ એક્ટરનો પણ એવોર્ડ આપવામાં આવ્યો હતો. એવોર્ડ લઇને જ્યારે શાહિદ મંચથી ઉતર્યો ત્યારે પત્ની મીરાએ તેને ભેટીને શુભેચ્છા પાઠવી હતી.

શાહિદે એવોર્ડ જીત્યા બાદ આ તસવીર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. અને લખ્યુ-My strength. Always lucky for me.