Shahin Bagh protesters will be meet with home minister Amit Shah
  • Home
  • Featured
  • શાહીનબાગને લઈ આવ્યા મોટા સમાચાર, પ્રદર્શનકારીઓ મહિલાઓએ લીધો મસમોટો નિર્ણય

શાહીનબાગને લઈ આવ્યા મોટા સમાચાર, પ્રદર્શનકારીઓ મહિલાઓએ લીધો મસમોટો નિર્ણય

 | 4:48 pm IST

શાહીનબાગમાં છેલ્લા ઘણા સમયથી CAA અને NRCને લઈ લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ત્યારે હવે દિલ્હીના શાહીનબાગ પ્રદર્શનને લઈ એક મોટા સમાચાર આવ્યા છે. માહિતી મુજબ શાહીનબાગના પ્રદર્શનકારીઓએ નિર્ણય કર્યો છે કે તેઓ જલ્દી ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરશે અને પોતાની વાત રજૂ કરશે.

મીડિયા સૂત્રો મુજબ એવું બતાવવામાં આવી રહ્યું છે કે શાહીનબાગની દરેક મહિલા પ્રદર્શનકારી આજે પોતાની માંગો સાથે ગૃહમંત્રી અમિત શાહના સત્તાવાર નિવાસસ્થાન પર મુલાકાત કરવા માટે જશે. શાહીનબાગના પ્રદર્શનકારીઓની પ્રાથમિક માંગ નાગરિકતા સુધારા કાયદા(CAA)ને પરત લેવાની છે. જો કે, હાલ આ મુલાકાતને લઈ ગૃહમંત્રી કાર્યલયના સૂત્રોનું કહેવું છે કે તેમણે અત્યાર સુધી પ્રદર્શનકારીઓ તરફથી કોઈ મુલાકાત માટે કોઈ અરજી મળી નથી. આપને જણાવી દઈએ કે ગત વર્ષ ડિસેમ્બરથી દિલ્હીના શાહીનબાગમાં મહિલા પ્રદર્શનકારીઓ CAA, NPR અને NRCનો વિરોધ કરી રહ્યા છે.

મીડિયા રિપોર્ટ મુજબ શાહીનબાગની પ્રદર્શનકારી મહિલાઓએ કહ્યું કે અમે અમારી માંગ સાથે ગૃહમંત્રી સાથે મુલાકાત કરવા જઈશું. અમે કાલે બપોરે 2 વાગે અમિત શાહને મળવા જઈશું અને અમારી માંગો રજૂ કરીશું. રિપોર્ટ પ્રમાણે અમિત શાહે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે ત્રણ દિવસમાં CAAને લઈ કોઈ પણ આવીને તેમની સાથે મુલાકાત કરી શકે છે. શાહે કહ્યું હતું કે કોઈને પણ CAAને લઈ આપત્તિ છે તો તેમની સાથે વાત કરવા માટે તેઓ તૈયાર છે. આ સાથે મહિલા પ્રદર્શનકારીઓએ પોતાની સુરક્ષા સુનિશ્ચિત કરવાની પણ માંગ કરી હતી.

આ વીડિયો પણ જુઓ: દીવમાં ઘોઘલામાં સરકારી ક્વાર્ટરમાંથી દીપડાનું રેસ્ક્યું

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન