Shahrukh, Amir Khan And Kangna In Interaction With PM Narendra Modi
  • Home
  • Featured
  • શાહરૂખ, આમિર, કંગના સહિતની હસ્તીઓ પહોંચી PM મોદીના નિવાસે, આ મામલે થઈ ચર્ચા

શાહરૂખ, આમિર, કંગના સહિતની હસ્તીઓ પહોંચી PM મોદીના નિવાસે, આ મામલે થઈ ચર્ચા

 | 8:42 pm IST

મહાત્મા ગાંધીની 150મી જ્યંતિની ઉજવણીને લઈને કલા અને સિનેમા જગતની દિગ્ગજ હસ્તીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. અભિનેતા શાહરૂખ ખાન, આમિર ખાન સહિતની હસ્તીઓ આ કાર્યક્રમમાં શામેલ થઈ હતી. તેમણે ગાંધીજી સાથે સંકળાયેલા કાર્યક્રમોને લઈને પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા હતાં.

ખાસ વાત એ છે કે, આ મુલાકાત વડાપ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન 7 લોકકલ્યાણ માર્ગ પર થઈ હતી. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ગાંધીના વિચાર સાદગી ભર્યા છે. મહાત્મા ગાંધીના વિચારો વ્યાપક છે. આ દરમિયાન વડાપ્રધાને ગુજરાતના દાંડીમાં નિર્માણ પામી રહેલા ગાંધી મ્યૂઝિયમની મુલાકાત લેવાની પણ અપીલ કરી હતી.

વડાપ્રધાને ફિલ્મીહસ્તીઓને કહ્યું હતું કે, ગાંધી મ્યૂઝિયમ ઉપરાંત સ્ટેચ્યૂ ઓફ યૂનિટીની પણ મુલાકાત લેવી જોઈએ જ્યાં દેશ અને દુનિયામાંથી લોકો આવે છે. આ કાર્યક્રમ સાથે સંબંધીત જાણકારી ખુદ પીએમઓઆના ટ્વિટર હેંડલ પર જાહેર કરવામાં આવી હતી.

આજે ગાંધીજીની 150મી જ્યંતિની ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં કળા અને સિને જગતની જાણીતિ હસ્તીઓ હાજર રહી હતી. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, રચનાત્મકતાની ક્ષમતા ઘણી વધારે છે અને એ જરૂરી છે કે દેશમાં તેને પ્રોત્સાહન આપવામાં આવે. મહાત્મા ગાંધીના વિચારોને પ્રચારિત કરવા માટે ફિલ્મ અને ટેલિવિઝન જગતના તમામ લોકો શાનદાર કામ કરી રહ્યાં છે.

આ પ્રસંગે ગાંધીજીને લઈને પોતાના વિચારો રજુ કરતા મિસ્ટર પરફેક્સનિસ્ટ આમિર ખાને કહ્યું હતું કે, બાપૂના વિચારોને પ્રચારિત કરવા બદલ હું પીએમ મોદીના પ્રયાસોની ખુબ પ્રસંશા કરૂ છું. ક્રિએટીવ લોકો હોવાના કારણે આપણે ઘણું બધું કરી શકીએ છીએ. હું વડાપ્રધાન મોદીને વિશ્વાસ અપાવુ છું કે અમે આ દિશામાં કંઈક કરવાનો પ્રયાસ કરીશું.

શાહરૂખ ખાને કહ્યું હતું કે, મહાત્મા ગાંધીના વિચારોને લઈને આપણને સૌને એક મંચ પર લાવવા બદલ હું વડાપ્રધાન મોદીનો આભારી છું. મારૂ માનવું છે કે, આપણે ગાંધીના વિચારોથી ફરી એકવાર દુનિયા અને દેશને પરિચિત કરાવવા જોઈએ.

તો અભિનેત્રી કંગના રાનૌતે કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી દેશના એવા પહેલા વડાપ્રધાન છે જેમણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને આ પ્રકારે મહત્વ આપ્યું. તો રાંઝણા, તનુ વેડ્સ મનુ સહિતની અનેક હિટ ફિલ્મો આપી ચુકેલા ડાયરેક્ટર આનંદ એલ રાયે કહ્યું હતું કે, અમે મનોરંજનની દુનિયાના પ્રતિનિધિ તરીકે અહીં આવ્યા છીએ. પરંતુ વડાપ્રધાન મોદીને ગાંધીજીના વિચારોને પ્રસારિત કરવાની એક વધારે જવાબદારી સોંપી દીધી.

શાહરૂખ, આમિર ખાનના વીડિયોને પીએમઓએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો હતો. તો કંગના અને એકતા કપૂરે પણ વીડિયો મારફતે પીએમ મોદીની આ પહેલના ભારોભાર વખાણ કર્યા હતાં. આ પ્રસંગે રાજકુમાર હિરાની સહિતની અનેક જાણીતિ હસ્તીઓ હાજર રહી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન