Shahrukh Khan announces donation for corona relief plan
  • Home
  • Entertainment
  • Bollywood
  • શાહરૂખે કર્યું કોરોના માટે જંગી દાન, લાંબુ લિસ્ટ જોઈને ફેન્સે કહ્યું-આને કહેવાય અસલી ‘કિંગ ખાન’

શાહરૂખે કર્યું કોરોના માટે જંગી દાન, લાંબુ લિસ્ટ જોઈને ફેન્સે કહ્યું-આને કહેવાય અસલી ‘કિંગ ખાન’

 | 5:36 pm IST

કોરોના વાયરસની મહામારી સામે લડવામાં આવેલા જંગમા હવે શાહરૂખ ખાન પણ મદદ માટે આગળ આવ્યો છે. તેણે પોતાની કંપની રેડ ચિલીઝ એન્ટરટેનમેન્ટ, રેડ ચિલીઝ વીએફએક્સ, આઈપીએલ ક્રિકેટ ટીમ કોલકત્તા નાઈટ રાઈડર્સ અને મીર ફાઉન્ડેશનના તરફથી મદદનું એલાન કર્યું છે.

રેડ ચિલીઝ એન્ટરટેનમેન્ટ દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવી છે જેમાં શાહરૂખ ક્યાં ક્યાં મદદ કરશે એની તમામ માહિતી આપવામાં આવી છે. એક બે પેજનું સ્ટેટમેન્ટ બહાર પાડવામાં આવ્યું છે. જેમાં યોગદાનની પુરી જાણકારી આપવામાં આવી છે. એ પ્રમાણે હાલમાં તેની કંપની મુંબઈ, દિલ્હી અને કોલકત્તામાં મદદ માટે કામ કરશે.

રેડ ચિલીઝ એન્ટરટેનમેન્ટની ટ્વીટને રિટ્વીટ કરતાં શાહરૂખે લખ્યું કે, આ જે સમય છે કે જ્યાં લોકો તમારા માટે કામ કરે છે, તમે એને ઓળખતા નથી અને એ પણ તમને ઓળખતા નથી. જે ખુબ મહેનત કરી રહ્યા છે. આવા લોકોને એવો અહેસાસ કરાવો કે તે એકલા નથી. આવો આપણે મળીને એકબીજા માટે થોડુંક કંઈક કરીએ. ભારત અને બધા ભારતીઓ એક પરિવાર છે. રાત પછી નવા દિવસની શરૂઆત થશે, દિવસ નહીં બદલશે પણ તારીખ બદલી જશે. હવે લોકો સોશિયલ મીડિયા પર તેના વખાણ કરી રહ્યા છે, કોઈએ અસલી કિંગ તો કોઈએ બાદશાહ કહ્યું છે.

આ વીડિયો પણ જુઓ: અમેરિકામાં કોરોના વાયરસથી 2 લાખથી વધુ લોકો સંક્રમિત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન