Shahrukh Khan Completed Sui Dhaga Challenge But Did Cheating
  • Home
  • Featured
  • શાહરૂખ ખાને ચીટિંગ કરીને પુરી કરી ‘સુઈ ધાગા’ ચેલેન્જ, જુઓ વિડીયો

શાહરૂખ ખાને ચીટિંગ કરીને પુરી કરી ‘સુઈ ધાગા’ ચેલેન્જ, જુઓ વિડીયો

 | 4:16 pm IST

અનુષ્કા શર્મા અને વરૂણ ધવનની ફિલ્મ ‘સુઈ ધાગા’ જલ્દી સિનેમાઘરોમાં જોવા મળશે. આ ફિલ્મનાં પ્રમોશનનાં ભાગરૂપે અનુષ્કા શર્મા અને વરૂણ ધવને સોશિયલ મીડિયા પર એક ચેલેન્જની શરૂઆત કરી છે. ચેલેન્જમાં સોયમાં દોરો પરોવવાનો છે. અનુષ્કા શર્માએ આ ચેલેન્જ શાહરૂખ ખાનને આપી હતી. આ ચેલેન્જ પુરી કરવાનો એક વિડીયો શાહરૂખ ખાને શેર કર્યો છે. આ વિડીયોમાં શાહરૂખ જણાવે છે કે તેને અનુષ્કાએ ચેલેન્જ કરી હતી અને તે તેને પુરી કરવાનો પ્રયત્ન કરે છે. આ દરમિયાન જ્યારે શાહરૂખ પોતાની સોય અને દોરો લોકોને બતાવે છે તો સૌ ચોંકી જાય છે.

આ પણ વાંચો: અક્ષયે સ્વીકારી ‘સુઈ ધાગા’ ચેલેન્જ, પરંતુ થઈ જોવા જેવી

શાહરૂખ પોતાની આ સોય અને દોરાથી સરળતાથી ચેલેન્જ પુરી કરી દે છે. આ ચેલેન્જ બોલીવુડનાં ખેલાડી અક્ષય કુમારને પણ આપવામાં આવી હતી, પરંતુ અક્ષય કુમાર તેમાં સફળ રહ્યો નહતો. તો શાહરૂખ ખાને આ ચેલેન્જ ક્ષણિકમાં જ પુરી કરી દીધી હતી.

આ પણ વાંચો: Photos: ‘સુઈ ધાગા’ની અનુષ્કા પર બનેલા આ મેમે પેટ પકડી હસાવશે

જો કે શાહરૂખનો આ વિડીયો જોઇને ફેન્સ તેને ‘ચીટર’ કહી રહ્યા છે. વિડીયોમાં જુઓ આખરે શાહરૂખે એવું તો શું કર્યું કે તેણે ચેલેન્જ તો પુરી કરી દીધી પરંતુ ચીટિંગ કરીને.