Shahrukh Khan Hires New Lawyer Amit Desai For Aryan Khan Drug Case
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • સલમાનનો કેસ લડનાર હવે લડશે શાહરુખના દીકરાનો કેસ

સલમાનનો કેસ લડનાર હવે લડશે શાહરુખના દીકરાનો કેસ

 | 6:05 pm IST
  • Share

  • અમિત દેસાઈ લડશે આર્યન ખાનનો કેસ

  • અમિત દેસાઈ લડી ચુક્યા છે સલમાન ખાનનો કેસ

  • હાલમાં જેલમાં છે આર્યન ખાન

બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન ડ્રગ્સ કેસમાં આર્થર રોડ જેલમાં બંધ છે. મુંબઈના લોકપ્રિય વકીલ સતીશ માનશિંદે આર્યન ખાનનો કેસ લડી રહ્યા હતા. હવે શાહરૂખ ખાને આર્યનના કેસ માટે નવા વકીલને રોકયો છે.

શાહરુખે રોકયો નવો વકીલ, શું મળશે આર્યનને જામીન?

શાહરૂખ ખાને આર્યનના કેસ માટે હવે વકીલ અમિત દેસાઈને રોકયો છે. અમિત દેસાઈ જ એ વકીલ છે કે જેને સલમાન ખાનને 2002ના હિટ એન્ડ રન કેસમાં રાહત અપાવી હતી. અમિત દેસાઈ હવે આર્યન ખાનને જેલમાંથી બહાર લાવવાની જવાબદારી સંભાળશે. 11 ઓક્ટોબરે અમિત આર્યન ખાન માટે કોર્ટમાં ગયા હતા. જામીન અરજી દાખલ કર્યા પછી, એનસીબી કાઉન્સિલે કોર્ટને કહ્યું કે એજન્સીને જવાબ દાખલ કરવા માટે વધુ એક સપ્તાહનો સમય જોઈએ છે.

આર્યનનો બચાવ કરતા અમિત દેસાઈએ કહ્યું કે આર્યન છેલ્લા 1 અઠવાડિયાથી જેલમાં છે. જામીન અરજી તપાસ પર નિર્ભર નથી હોતી. હું બેલ માટે દલીલ નથી કરી રહ્યો. હું તારીખ માટે દલીલ કરી રહ્યો છું. વહીવટી કારણોસર કોઈની સ્વતંત્રતાને ન રોકવી જોઈએ. NCB તપાસ ચાલુ રાખી શકે છે. જ્યાં સુધી આર્યનની વાત છે, વધુમાં વધુ 1 વર્ષની સજા થઈ શકે છે. આર્યન વિરુદ્ધ કોઈ પુરાવા નથી કે નથી તેની પાસેથી કોઈ પદાર્થ મળ્યો. તેથી જો હજુ પણ NCB કહે કે તેમને વધુ 1 સપ્તાહના સમયની જરૂર છે તો તેઓએ આ હકીકત જોવી જોઈએ કે તે માત્ર 1 વર્ષની સજા માટે છે.

જણાવી દઈએ કે અગાઉ કોર્ટે આર્યન ખાનની જામીન અરજી ફગાવી દીધી હતી. અમિત દેસાઈએ આર્યનનો કેસ કોર્ટમાં લડ્યો અને હવે આર્યન ખાનની જામીન અરજીની સુનાવણી 13 ઓક્ટોબરે બપોરે 2.45 વાગ્યે થશે.

અમિત દેસાઈએ અપાવ્યા હતા સલમાનને જામીન

અમિત દેસાઈએ 2015માં સલમાન ખાનની જામીન અરજીનો કેસ લડ્યો હતો. અમિત દેસાઈએ નીચલી અદાલતના નિર્ણયને પડકાર્યો હતો જેમાં સલમાનને 5 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. મે 2015માં, જ્યારે અમિત દેસાઈએ સલમાન ખાનનો બચાવ કર્યો, ત્યારે અભિનેતાને 30,000 રૂપિયાના વ્યક્તિગત બોન્ડ પર જામીન મળ્યા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો