આ ફિલ્મમાં જોવા મળશે સલમાન-શાહરૂખની જોડી

262

બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન અને સલમાન ખાન હાલમાં ખુબ નજીક આવી ગયા છે. ગત કેટલાક ઇવેન્ટ અને શોને જોતા લાગે છે કે, તેમના સંબંધમાં મીઠાસ આવી ગઇ છે. જો કે, ગત કેટલાક સમય પહેલા બંન્નેનાં સંબંધમાં તિરાડ આવી ગઇ હોવાની ખબર ચર્ચામાં રહી હતી. શાહરૂખ પોતાની અપકમિંગ ફિલ્મ ‘રઇસ’નાં પ્રમોશન માટે સલમન દ્વારા હોસ્ટ કરાતા રિયાલિટી શો બિગ બોસ 10માં પહોંચ્યો હતો. જ્યાં બંન્ને ખુબ મસ્તી કરતા નજર આવ્યા હતાં.

તેમે જણાવી દઇએ કે, શાહરૂખ અને સલમાન સારા મિત્ર બની ગયા છે અને હવે તેઓ એક ફિલ્મમાં સાથે જોવા પણ મળશે. જી હા કબીર ખાનનાં નિર્દેશન હેઠળ બનેલ ફિલ્મ ‘ટ્યૂબલાઇટ’માં શાહરૂખ ખાન કેમિયો રોલ કરવાનો છે. ‘ટ્યૂબલાઈટ’માં સલમાન ખાન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ ભારત-ચીન યુદ્ધ પર બેસ છે.

નોંધનિય છે કે, ફરાહખાન દ્વારા નિર્દેશિત શાહરૂખ ખાનની ‘ઓમ શાંતિ ઓમ’માં સલમાન ખાને પણ કેમિયો રોલ કર્યો હતો. અને આ વાતને 10 વર્ષ થઈ ગયા છે. આ પહેલાં સલમાન અને શાહરૂખ ‘બિગ બોસ 9’માં સાથે નજર આવ્યા હતા. આ પહેલા શાહરૂખ અને સલમાન પ્રખ્યાત ફિલ્મનિર્માતા રાકેશ રોશનની ફિલ્મ ‘કરણ અર્જુન’માં સાથે કામ કરી ચૂક્યા છે.