shahrukh khan ncb officials at mannat actor says they are doing good work
  • Home
  • Entertainment
  • Bollywood
  • કિંગ ખાને NCBના વખાણ કરવાની સાથે દીકરા માટે કહી આ વાત

કિંગ ખાને NCBના વખાણ કરવાની સાથે દીકરા માટે કહી આ વાત

 | 10:26 pm IST
  • Share

  • આર્યનની ધરપકડ બાદ શાહરૂખ ખાને કર્યું આ કામ

  • કિંગ ખાને કર્યા NCBની કામગીરીના વખાણ

  • દીકરો આર્યન જલ્દી બહાર આવે તેવી વ્યક્ત કરી ઈચ્છા

     

ડ્રગ્સ કેસને લઈને બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનના દીકરા આર્યનની 3 ઓક્ટોબરે ક્રૂઝ શિપથી ધરપકડ કરવામાં આવી હતી. 21 ઓક્ટોબરે એટલે કે આજે NCBની ટીમ શાહુરૂખ ખાનના ઘરે મન્નત પહોંચી. અહીં તેઓએ શાહરૂખ ખાનને એક નોટિસ આપી હતી.

 

જાણો કિંગ ખાને શું કહ્યું NCBની ટીમને

જ્યારે NCBની ટીમ મન્નત પહોંચી ત્યારે તેઓએ એક નોટિસ પાઠવી હતી. આ સમયે શાહરૂખ ખાને પોતે NCBની ટીમની પાસેથી નોટિસ લીધી. આ સમયે એક્ટરે ઓફિસર્સને કહ્યું કે તેઓ સારું કામ કરી રહ્યા છે પણ તેઓ આશા રાખે છે કે તેમનો દીકરો જલ્દી બહાર આવે.

 

શું લખ્યું હતું NCBની નોટિસમાં

NCBની નોટિસમાં લખ્યું છે કે જો આર્યનની પાસે કોઈ અન્ય ઈલેક્ટ્રોનિક ડિવાઈસ છે તો તેમના પરિવારે તેને પણ NCBની પાસે જમા કરાવવાનું રહેશે. શાહરૂખના ઘરે NCBના વીવી સિંગ પહોંચ્યા. તેમનું કહેવું છે કે તપાસ સાથે સંબંધિત પેપર વર્ક રહી ગયું છે તેને માટે તેઓ આવ્યા છે. NCBની ટીમ થોડી વારમાં પોતાનું કામ કરીને રવાના થઈ ગઈ.

 

 

14 દિવસથી જેલમાં છે આર્યન ખાન

ઉલ્લેખનીય છે કે ડ્રગ્સ કેસમાં ફસાયા બાદથી આર્યન ખાન છેલ્લા 14 દિવસથી જેલમાં છે. જેલમાં આર્યન પરેશાન છે. એડજેસ્ટ કરી શકતા નથી. થોડા દિવસો પહેલા આર્યને વીડિયો કોલની મદદથી શાહરૂખ ખાન અને માતા ગૌરી ખાન સાથે વાત કરી હતી. આ સમયે તે રડી રહ્યો હતો.


આજે શાહરૂખ ખાન મળ્યો દીકરાને મળવા પહોંચ્યો જેલમાં

આજે 21 ઓક્ટોબરે શાહરૂખ ખાન આર્યન ખાનને મળવા આર્થર રોડ જેલ પહોંચ્યા તો દીકરાને 15 મિનિટ મળી શક્યા. અહીં તેને જોઈને દીકરો રડવા લાગ્યો અને પિતાને કહ્યું કે તેને જેલનું ખાવાનું ભાવતું નથી. બંનેની વાતચીત સમયે એક કાચની દિવાલની સામે બેસીને ઈન્ટરકોમથી થઈ હતી. મુંબઈની સ્પેશ્યલ કોર્ટે આર્યન, અરબાઝ સહિત 8 આરોપીની ન્યાયિક તપાસ 30 ઓક્ટોબર સુધી વધારી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો