શાહરૂખને મળવા માંગતા હોવ તો કરો આ નંબર પર ફોન, પરંતુ શરત છે કે.... - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • શાહરૂખને મળવા માંગતા હોવ તો કરો આ નંબર પર ફોન, પરંતુ શરત છે કે….

શાહરૂખને મળવા માંગતા હોવ તો કરો આ નંબર પર ફોન, પરંતુ શરત છે કે….

 | 6:56 pm IST

શાહરૂખ ખાન અને અનુષ્કા શર્માની અપકમિંગ ફિલ્મ ‘જબ હૈરી મેટ સેજલ’ના પ્રમોશનના ભાગરૂપે શાહરુખ ખાન અને ફિલ્મ નિર્દેશક ઇમ્તિયાઝ અલીએ નિર્ણય લીધો છે કે, તેઓ દેશમાં રહેલી સેજલ નામની છોકરીઓને મળવા માટે જુદાં-જુદાં શહેરોમાં જશે. ફિલ્મના પ્રમોશન એક કોન્ટેસ્ટમાં નક્કી કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે નીચે જણાવેલા મોબાઇલ-નંબર (080306 47222) પર મિસ કોલ કરવાનો રહેશે. ફિલ્મનું પ્રથમ મિની ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યુ હતું. ફિલ્મનાં ઘણા ટ્રેલર મિની ટ્રેલર બનાવવામાં આવ્યા છે. ફિલ્મનાં મેકર્સ ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ફિલ્મનું મિની ટ્રેલર રિલીઝ કરવાનો નિર્ણય કર્યો હતો.

Ab mujhe darne ki zaroorat nahi! Ye Indemnity Bond hai na! @anushkasharma #JHMSMiniTrail2

A post shared by Shah Rukh Khan (@iamsrk) on

શાહરુખ ખાને ટ્વિટર પર એક વિડિયો પોસ્ટ કર્યો છે. વર્ષ 1990ના દાયકામાં દરેક લગ્નમાં સંભળાતું સિંગર જસબીર જસ્સીનું ગીત ‘દિલ લે ગઈ કુડી ગુજરાત કી’  સાંભળવા મળે છે. તમને જણાવી દઇએ કે, આ મિસ કોલ એ જ આપી શકશે, જેનું નામ સેજલ હશે. જે સિટીમાંથી વધુમાં વધું મિસ કોલ આવશે તે શહેરમાં જઇને શાહરુખ ખાન જેટલી પણ સેજલે ફોન કર્યા હશે તેને મળશે અને તેની સાથે લંચ અથવા ડિનર લેશે. તેમ જ સેજલ નામની છોકરી રેડચિલીઝની વેબસાઇટ પર જઈને રજિસ્ટ્રેશન પણ કરાવી શકે છે.

નોંધનીય છે કે, આ ફિલ્મમાં અનુષ્કા શર્મા ગુજરાતી છોકરી સેજલનું પાત્ર ભજવી રહી હોવાથી આ ગીતનો સમાવેશ કરવામાં આવ્યો છે. અનુષ્કા ગુજરાતી પાત્ર ભજવી રહી હોવાથી ગુજરાતી ભાષાનો ભરપેટ ઉપયોગ કરવામાં આવ્યો છે તો સાથોસાથ એ પણ છે કે ગુજરાતી બનેલી આ છોકરીનું શહેર વડોદરા દેખાડવામાં આવ્યું છે. ઇમ્તિયાઝ અલીનું માનવું છે કે, સેજલ નામ મોટા ભાગે ગુજરાતીઓમાં વધારેમાં વધારે જોવા મળતું હોવાથી સૌથી વધુ કોલ ગુજરાતમાંથી આવી શકે છે. ફિલ્મમાં શાહરૂખ ખાન પંજાબી ગાઇડ બન્યો છે, જેનુ નામ હરવિન્દર સિંહ નેહરા છે, ફિલ્મમાં શાહરૂખને બધા હૈરી કહીને બોલાવે છે.