ફિલ્મ ઝીરોના રોલ માટે શાહરુખ ખાન થયો ટ્રોલ, લોકોએ કરી હાસ્યાસ્પદ ટીપ્પણીઓ - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • ફિલ્મ ઝીરોના રોલ માટે શાહરુખ ખાન થયો ટ્રોલ, લોકોએ કરી હાસ્યાસ્પદ ટીપ્પણીઓ

ફિલ્મ ઝીરોના રોલ માટે શાહરુખ ખાન થયો ટ્રોલ, લોકોએ કરી હાસ્યાસ્પદ ટીપ્પણીઓ

 | 11:45 am IST

શાહરુખ ખાને તાજેતરમાં જ તેની આગામી ફિલ્મ ઝીરોનું ટીઝર રિલીઝ કર્યું છે. આ ટીઝરને હજારો લોકોએ માણ્યું તો છે પરંતુ હવે તેની મજાક પણ ઉડાવવામાં આવી રહી છે. શાહરુખ ખાનને તેની ફિલ્મના નામ માટે લોકોએ ટ્રોલ કર્યો છે.

આનંદ એલ રાયની આ ફિલ્મ ઘણા સમયથી ચર્ચામાં હતી. કારણ કે આ ફિલ્મમાં શાહરુખ ખાન એક ઠીંગણા વ્યક્તિની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મની અને શાહરુખ ખાનના આ નવા અવતારની ઝલક ફિલ્મ ઝીરોના ટીઝરમાં જોવા મળી હતી. આ ટીઝર રિલીઝ થયાની ગણતરીના કલાકોમાં જ લોકોએ શાહરુખ ખાનને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતુ.