Shahrukh Khan Twitted There Will Be Jam in Country
  • Home
  • Entertainment
  • Bollywood
  • ઓહ! શાહરૂખ ખાને ટ્વિટ કરીને કહી દીધું, “સમગ્ર દેશમાં થઈ જશે ચક્કાજામ….’

ઓહ! શાહરૂખ ખાને ટ્વિટ કરીને કહી દીધું, “સમગ્ર દેશમાં થઈ જશે ચક્કાજામ….’

 | 5:50 pm IST

શાહરૂખ ખાનની ફિલ્મ ‘ઝીરો’નું ટ્રેલર રીલીઝ થયા બાદ કિંગ ખાન અને અનુષ્કા શર્માની ચર્ચાઓ ચારેતરફ છે. આ ફિલ્મમાં કેટરીના કૈફની અદાઓનું ગ્લેમર પણ છે. શાહરૂખ ખાને ફિલ્મનાં ટીઝરને શેર કરતા કેટરીનાનાં અંદાજને ખાસ રીતે રજૂ કર્યો છે. ટ્વિટમાં શાહરૂખે લખ્યું છે, ‘સમગ્ર દેશમાં ચક્કાજામ થઈ જશે, જ્યારે બબિતા કુમારીની સુંદરતાનો પરચમ લહેરાશે. આવવા જઈ રહ્યું છે 12 ડિસેમ્બરનાં રોજ ફિલ્મનું શાનદાર ગીત.’

‘ઝીરો’ વામન કદનાં બઉઆની ખાસ લવ સ્ટોરી

આ ગીતમાં કેટરીના કૈફનો રૉલ ગ્લેમરસ છે. મિની સ્કર્ટ-ટૉપ પહેરેલી કેટરીના કૈફ કર્લી હેયરમાં સુંદર લાગી રહી છે. કેટરીના આ પહેલા ‘ઠગ્સ ઑફ હિંદોસ્તાન’માં સુરૈયાનાં રૉલમાં જોવા મળી હતી. ફિલ્મમાં કેટરીનાનાં ડાન્સ સ્ટેપ્સની ઘણી જ તારીફ થઈ હતી. ટ્રેલરમાં ‘ઝીરો’ એક લવસ્ટોરી જોવા મળી રહી છે. આ સ્ટોરી એટલા માટે ખાસ છે કારણ કે આમાં 38 વર્ષનાં ઠીંગણા વ્યક્તિને વ્હિલ ચેયરની મદદથી ચાલતી છોકરી સાથે પ્રેમ થઈ જાય છે. આ વાર્તા મેરઠમાં રહેતા બઉઆ સિંહ ઠાકુરની છે, જે 38 વર્ષનાં થઈ ગયા છે, પરંતુ ઠીંગણા હોવાના કારણે તેમના લગ્ન નથી શકતા. એક દિવસ તે અનુષ્કા શર્માનો ફૉટો જુએ છે અને તેને દિલ આપી બેસે છે.

કેટરીના બઉઆનો બાળપણનો પ્રેમ છે

મેટ્રોમોનિયલવાળાઓ બઉઆ સિંહને જણાવે છે કે છોકરી ખુબ જ હલે છે, પરંતુ બઉઆ આનો મતલબ સમજી શકતો નથી, જ્યારે બઉઆ અનુષ્કાને વ્હીલચેયર પર બેસેલી જુએ છે ત્યારે તેના કબૂતર ઉડવા માંડે છે. ઉલ્લેખનીય છે કે બઉઆ કબૂતર હાથમાં લઈને ત્યાં પહોંચે છે, ત્યારબાદ બંનેની લવસ્ટોરી શરૂ થાય છે. ધીરેધીરે અનુષ્કા પણ બઉઆને પસંદ કરવા લાગે છે. આ દરમિયાન કેટરીના કૈફની પણ એન્ટ્રી થાય છે. કેટરીના બઉઆનો બાળપણનો પ્રેમ છે, પરંતુ બઉઆનાં ઠીંગણા રહી જવાના કારણે કેટરીના અલગ થઈ જાય છે અને તે એક મોટી સ્ટાર બને છે.

ફિલ્મનાં બે ગીતો થઈ ગયા છે રીલીઝ

ફિલ્મનાં અત્યાર સુધી બે ગીત રીલીઝ થઈ ચુક્યા છે. પહેલુ ગીત અનુષ્કા શર્મા અને શાહરૂખ ખાનની વચ્ચે ફિલ્માવવામાં આવ્યું છે. તો બીજા ગીતમાં પહેલીવાર શાહરૂખ ખાન અને સલમાન ખાનની જુગલબંધી જોવા મળી રહી છે. ફિલ્મને 21 ડિસેમ્બરનાં રોજ રીલીઝ કરવામાં આવશે. આવામાં આ ફિલ્મ શાહરૂખ ખાનનાં ફેન્સ માટે એક ટ્રીટ સમાન સાબિત થશે.