શાહરુખ ખાનને વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં મળશે સન્માન  - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • શાહરુખ ખાનને વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં મળશે સન્માન 

શાહરુખ ખાનને વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં મળશે સન્માન 

 | 2:45 am IST

અભિનેતા શાહરુખ ખાનને વિશ્વ આર્થિક મંચ (વર્લ્ડ ઇકોનોમિક ફોરમ)ની ૪૮મી વાર્ષિક બેઠકમાં ૨૪મા વાર્ષિક ક્રિસ્ટલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. આ તેને ભારતના બાળકો અને મહિલાઓના અધિકારોને ટેકો આપવા માટે આપવામાં આવી રહ્યો છે. અભિનેત્રી – દિગ્દર્શિકા કેટ બ્લેન્ચેટ અને ગાયિકા એલ્ટન જોનને પણ શાહરુખ ખાન સાથે સન્માનિત કરાશે. ફોરમે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે આ યાદીમાંના દરેક જણે માનવતા જાળવી રાખવા તેમ જ અંકબંધ રાખવા માટે કોઇને કોઇ સખાવતના કાર્યો કર્યા છે. તેની સંસ્થા એસિડ પીડિત મહિલાઓને ન્યાય માટે સહાય, વ્યાવસાયિક શિક્ષણ, પુનર્વસન અને આજીવિકા પ્રદાન કરે છે.