Shakeel Ahmad Khan Taken Oath In Sanskrit In Bihar Assembly
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • બિહાર વિધાનસભામાં સંસ્કૃતમાં શપથ લઈ આ મુસ્લિમ નેતાએ ઓવૈસીને દેખાડ્યો અરીસો

બિહાર વિધાનસભામાં સંસ્કૃતમાં શપથ લઈ આ મુસ્લિમ નેતાએ ઓવૈસીને દેખાડ્યો અરીસો

 | 4:04 pm IST
  • Share

બિહાર વિધાનસભા (Bihar Assembly)માં ઓવૈસીની પાર્ટી AIMIMના ધારાસભ્ય અખ્તરૂલ ઇમાને શપથ દરમિયાન હિંદુસ્તાન બોલવાથી ઇનકાર કરતા રાજનીતિ ગરમાઈ હતી. તો બીજી તરફ આ જ વિધાનસભાના એક મુસ્લિમ ધારાસભ્યએ અખ્તરૂલ ઇમાન (Akhtarul Iman) અને તેમની પાર્ટી AIMIM ચીફ ઓવૈસીને અરીસો બતાવી દીધો છે. કટિહારની કદવા વિધાનસભા સીટ. અહીંથી કૉંગ્રેસના શકીલ અહમદ ખાને (Shakeel Ahmad Khan) 23 નવેમ્બરના બિહાર વિધાનસભામાં ધારસભ્ય પદના શપથ લીધા, પરંતુ આ શપથમાં એક વાત અત્યંત ખાસ હતી.

તમામ સભ્યોએ ટેબલ થપથપાવીને તેમનું સ્વાગત કર્યું

શકીલ અહમદ ખાને પોતાની ધાર્મિક ભાષા ઉર્દૂની જગ્યાએ સંસ્કૃતમાં શપથ ગ્રહણ કર્યા. જ્યારે તેમણે આવું કર્યું તો પક્ષ હોય કે વિરોધ પક્ષ, તમામ સભ્યોએ ટેબલ થપથપાવીને તેમનું સ્વાગત કર્યું. સંસ્કૃતમાં શપથ લીધા બાદ કૉંગ્રેસ ધારાસભ્ય શકીલ અહમદ ખાને કહ્યું કે, “ઉર્દૂ મારી ભાષા છે. આને આગળ વધારવા માટે હું વિધાનસભાની અંદર અને બહાર અવાજ ઉઠાવતો રહ્યો છું. સંસ્કૃત હિન્દુસ્તાનના આત્માની ભાષા છે. આ સભ્યતા અને સંસ્કૃતિની ભાષા રહી છે. એ વાત અલગ છે કે સમય પસાર થતા સામાન્ય લોકોની ભાષા ના બની શકી. સંસ્કૃત મને પહેલાથી સારી લાગે છે. તમામ ભાષાઓ સારી છે. કોઈ ભાષાથી ભેદભાવ ના થાય, કોઈના પર ભાષા થોપવામાં પણ ના આવે, આ સરકારની પણ પોલિસી હોવી જોઇએ.”

અખ્તરૂલ ઇમાનને શિખામણ

કૉંગ્રેસ ધારાસભ્ય શકીલ અહમદે એઆઈએમઆઈએમના ધારાસભ્ય અખ્તરૂલ ઇમાનને પણ શિખામણ આપતા કહ્યું કે, “તેઓ પહેલા પણ વિધાનસભાના સભ્ય રહી ચુક્યા છે. પહેલીવાર જ્યારે તેમણે વિધાનસભાની શપથ લીધી હતી, ત્યારે શું હિન્દુસ્તાન શબ્દ પર વાંધો ઉઠાવ્યો હતો? આ તેમણે યાદ કરવું જોઇએ.” તેમણે આગળ કહ્યું કે, “આજે બિહાર સરકાર ભાષાને લઇને શું કરી રહી છે? આજે સ્કૂલોમાં માતૃભાષાના શિક્ષકો પણ નથી. ભારત વિવિધતાઓનો દેશ છે અને અહીં તમામ ભાષાઓ બોલવામાં આવે છે.”

મુન્ના તિવારીએ  આબિદુર્રહમાનનું શપથ પત્ર વાંચ્યું

શપથ ગ્રહણ કરવાનો વારો જ્યારે અરરિયાથી કૉંગ્રેસ ધારાસભ્ય આબિદુર્રહમાનનો આવ્યો તો તેઓ ઉભા થઈ ગયા. કોઈક કારણવશ તેઓ પોતાનું શપથ પત્ર વાંચી નહોતા શકતા, તેથી તેમણે પોતાની પાર્ટીના બક્સરથી ધારાસભ્ય સંજય કુમાર તિવારી ઉર્ફ મુન્ના તિવારીનો સહારો લીધો. મુન્ના તિવારીએ પોતાની સીટ પર ઉભા થઈને શપથ પત્ર વાંચ્યું, જેને આબિદુર્રહમાન માઇકની સામે ઉભા થઈને રિપીટ કરતા જોવા મળ્યા. શકીલ અહમદ ખાન અને આબિદુર્રહમાન જેવા ધારાસભ્યોએ એક રીતે ઓવૈસીના ધારાસભ્ય અખ્તરૂલ ઇમાનને અરીસો બતાવ્યો. તેમનો સંદેશ સ્પષ્ટ હતો કે જ્યારે ભાષા અને ધર્મમાં એક જનપ્રતિનિધિ જ ફર્ક કરવા લાગશે તો એ જનતાનું શું થશે જેમણે તેમને ઘણી આશાઓ સાથે જીતાડ્યા છે.

આ વિડીયો પણ જુઓ: દેશમાં પ્રથમ વખત સર્જરી વગર ઘૂંટણની સરવાર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન