Shakib Al Hasan Emulates Yuvraj Singh, hit fifty and took 5 wickets in world cup
  • Home
  • Sports
  • Cricket
  • એક મેચમાં 50 રન અને 5 વિકેટ- યુવરાજ સિંહ બાદ બીજો ખેલાડી બન્યો આ ક્રિકેટર

એક મેચમાં 50 રન અને 5 વિકેટ- યુવરાજ સિંહ બાદ બીજો ખેલાડી બન્યો આ ક્રિકેટર

 | 10:31 am IST

વર્લ્ડ કપમાં શાનદાર ખેલ દેખાડી રહેલાં બાંગ્લાદેશના ઓલરાઉન્ડર ખેલાડી શાકિબ અલ હસને સોમવારે વધુ એક ઉપલબ્ધિ પોતાના નામે કરી છે. શાકિબે આ મેચમાં પહેલાં ફિફટી અને બાદમાં બોલિંગમાં 5 વિકેટ ઝડપી હતી. આ વર્લ્ડ કપમાં બીજો મોકો છે, જ્યારે કોઈ ખેલાડીએ એક જ મેચમાં પચાસ રન ફટકારી પાંચ વિકેટ લીધી હોય. શાકિબ પહેલાં આ કમાલ ભારતના યુવરાજ સિંહે વર્લ્ડ કપ 2011માં આયરલેન્ડ સામે કરી હતી.

બાંગ્લાદેશ માટે 3 નંબરે બેટિંગ કરી રહેલાં શાકિબે આ મેચમાં 69 બોલમાં 51 રન બનાવ્યા હતા. તે બાદ 10 ઓવરની બોલિંગમાં તેણે 29 રન આપીને 5 વિકેટ લીધી હતી. શાકિબના આ શાનદાર પર્ફોર્મન્સને કારણે બાંગ્લાદેશે અફઘાન ટીમ સામે 263નો લક્ષ્યાંક રાખ્યો હતો અને 62 રનથી જીત મેળવી હતી.

વર્લ્ડ રેકિંગમાં દુનિયાના નંબર 1 ઓલરાઉન્ડર શાકિબે સોમવારે એક બાદ એક ઉપલબ્ધિઓ પોતાના નામે કરી હતી. ફિફ્ટી અને 5 વિકેટ લેનાર શાકિબ હવે વર્લ્ડ કપમાં આમ કરનાર પહેલો બાંગ્લાદેશી ખેલાડી બની ગયો છે. આ ઉપરાંત તેણે વર્લ્ડ કપમાં પોતાના 1000 રન પણ બનાવી લીધા છે. બાંગ્લાદેશ તરફથી વર્લ્ડ કપમાં 1000 રન કરનાર તે પહેલો ખેલાડી બની ગયો છે.

તો આ ટુર્નામેન્ટમાં પોતાની છઠ્ઠી મેચ રમી રહેલા શાકિબના નામે સૌથી વધારે રન થઈ ગયા છે. તેણે 6 મેચોમાં 476 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 3 ફિફ્ટી અને 2 સેન્ચુરી ફટકારી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન