Shakti Kapoor Talking About Mahesh Anand
  • Home
  • Entertainment
  • Bollywood
  • મહેશ આનંદનાં મોતને લઇને શક્તિ કપૂરે કર્યો મહત્વનો ખુલાસો

મહેશ આનંદનાં મોતને લઇને શક્તિ કપૂરે કર્યો મહત્વનો ખુલાસો

 | 1:21 pm IST

90નાં દશકમાં બોલીવુડ ફિલ્મોમાં પોતાના નેગેટિવ રૉલને લઇને દર્શકોનાં દિલને જીતનારા જાણીતા એક્ટર મહેશ આનંદનાં મોતથી કરી લેતા સિનેમાજગતમાં ચકચાર મચી ગઇ હતી. શનિવારે તેમણે મુંબઈનાં યારી રૉડ સ્થિત પોતાના ઘરમાં અંતિમ શ્વાસ લીધો હતો. ઉલ્લેખનીય છે કે મહેશ આનંદને ફિલ્મોમાં કામ ના મળવાનાં કારણે આર્થિક સંકડામણ હતી અને તેમને દારૂની લત પડી ગઇ હતી.

મહેશ આનંદનાં નિધનનાં એક દિવસ પછી એક્ટર શક્તિ કપૂરે તેને લઇને મોટી વાત કરી છે. તેમણે કહ્યું કે, “કામ ના મળવાનાં કારણે મહેશ ડિપ્રેસ રહેતા હતા અને તેમને દારૂની લત પડી ગઇ હતી. તેઓ મોટાભાગનાં સમયે નશામાં રહેતા હતા. નશામાં તેઓ લોકોને ફોન કરી દેતા હતા.” તાજેતરમાં રીલીઝ થયેલી પહલાજ નિહલાનીને કેટલીક મિનિટોમાં રૉલ આપ્યો હતો. શક્તિ કપૂરે વધુમાં કહ્યું કે, “મહેશ આનંદે ફિલ્મોમાં પોતાનો રોલ શાનદાર રીતે નિભાવ્યો હતો. ફિલ્મની શૂટિંગ દરમિયાન પહલાજ જીએ તેમને દારૂ ના પીવાનું કહ્યું હતુ, પરંતુ તે તેમ છતા પણ નહોતો માન્યો. મે પણ તેને ઘણીવાર દારૂ ના પીવાનું કહ્યું હતુ, કેમકે કેટલાક વર્ષ પહેલા બોલીવુડ એક્ટર ગેવિન પૈકાર્ડે દારૂની લતનાં કારણે પોતાની જિંદગી ખોઈ હતી. આ કારણે હું હંમેશા તેને સજાવતો હતો.”

ઉલ્લખનીય છે કે મહેશ આનંદ 18 જાન્યુઆરીનાં રોજ રીલીઝ થયેલી ફિલ્મ ‘રંગીલા રાજા’માં જોવા મળ્યા હતા. તેઓ 18 વર્ષથી ફિલ્મોથી દૂર હતા અને પહલાજ નિહલાનીની ‘રંગીલા રાજા’ ફિલ્મથી બોલીવુડમાં કમબેક કર્યું હતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન