ટીવીની 'કિન્નર બહૂ' રૂબિના દિલૈકે આ એક્ટર સાથે કરી લીધી સગાઇ - Sandesh
  • Home
  • Photo Gallery
  • ટીવીની ‘કિન્નર બહૂ’ રૂબિના દિલૈકે આ એક્ટર સાથે કરી લીધી સગાઇ

ટીવીની ‘કિન્નર બહૂ’ રૂબિના દિલૈકે આ એક્ટર સાથે કરી લીધી સગાઇ

 | 3:40 pm IST

 

સીરિયલ ‘શક્તિ’માં સૌમ્યાનો રોલ નિભાવનાર રૂબિના દિલૈકે પોતાના બૉયફ્રેન્ડ અભિનવ સાથે સગાઇ કરી લીધી છે. અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સગાઇની અંગૂઠી પહેરેલી તસવીર શેર કરી છે. રૂબિનાએ પોતાની તસવીર સાથે કેપ્શનમાં લખ્યું કે, And I Said, “Yes”. અભિનવે રૂબિનાની તસવીર શેર કરતા આભાર વ્યક્ત કર્યો હતો.

ટીવીની આ ફેમસ અભિનેત્રી 21 જુનનાં રોજ પોતાના બૉયફ્રેન્ડ અભિનવ શુક્લા સાથે લગ્ન કરવા જઇ રહી છે. રૂબિના અને અભિનવની પ્રી વેડિંગ ફંક્શન અને સેરેમની મુંબઇ અને પંજાબનાં શહેર લુધિયાનામાં આયોજિત કરાશે. ઉલ્લેખનીય છે કે અભિનવ શુક્લા પંજાબનાં લુધિયાણાનો છે. બંનેનાં લગ્ન હિમાચલ પ્રદેશનાં શિમલામાં કરવામાં આવશે. શિમલા રૂબિનાનું હૉમ ટાઉન છે અને તેના મોટાભાગનાં સંબંધીઓ શિમલામાં જ રહે છે. અભિનવ અને રૂબિના બંને નેચર લવર છે. ઉલ્લેખનીય છે કે રૂબિના અને અભિનવ છેલ્લા 7 વર્ષથી રિલેશનશિપમાં છે.

રૂબિના અને અભિનવની પ્રથમ મુલાકાત ગણપતિ ઉત્સવ દરમિયાન થઇ હતી, ત્યારબાદ બંનેએ ટીવી શૉ ‘છોટી બહૂ’માં કામ કર્યું છે. રૂબિના અત્યારે ‘શક્તિ અસ્તિત્વ કે અહેસાસ કિ’માં કામ કરી રહી છે.