PM મોદીની હત્યાનાં ષડયંત્ર મુદ્દે શક્તિસિંહ ગોહિલે આપ્યું ચોંકાવનારૂં નિવેદન - Sandesh
NIFTY 10,817.70 +9.65  |  SENSEX 35,622.14 +22.32  |  USD 68.0000 +0.38
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • PM મોદીની હત્યાનાં ષડયંત્ર મુદ્દે શક્તિસિંહ ગોહિલે આપ્યું ચોંકાવનારૂં નિવેદન

PM મોદીની હત્યાનાં ષડયંત્ર મુદ્દે શક્તિસિંહ ગોહિલે આપ્યું ચોંકાવનારૂં નિવેદન

 | 3:52 pm IST

મહારાષ્ટ્રની પુણે પોલીસે એક સનસનાટીપૂર્ણ ખુલાસો કર્યો છે. આ ખુલાસા પ્રમાણે માઓવાદીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા નિપજવવા માંગતા હતાં. માઓવાદીઓ ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની માફક જ આત્મઘાતી હુમલા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા કરવા માંગતા હતાં. પુણે પોલીસે આ બાબતનો ખુલાસો કરતો એક પત્ર પણ જાહેર કર્યો છે.

PM મોદીની હત્યાનાં ષડયંત્ર મુદ્દે શક્તિસિંહ ગોહિલનું પણ નિવેદન સામે આવ્યું છે. જેમા તેમને વડાપ્રધાન મોદી પર વાર કરતા કહ્યું છે કે,”પીએમ આતંકવાદનાં ખતરાની વાત કરીને સહાનુભૂતિ લૂંટી રહ્યા છે.’ ત્યાં જ તેમણે એવું પણ કહ્યું હતું કે દેશમાં નકલી એન્કાઉન્ટરની ઘટનાઓ પણ થતી રહી છે અને આ સાથે જ તેમણએ રામદાસ એઠવાલનો ઉલ્લેખ કરતા કહ્યું કે, “તેમણે પહેલાથી જ આ થ્યોરી ફગાવી દીધી છે. પ્રધાનમંત્રીની સુરક્ષાની ચિંતા સૌને થવી જોઈએ. પરંતુ આવી કોઈ વાતની તટસ્થ તપાસ પણ થવી જોઈએ અને રાજનીતિ માટે દલિતોને નકલી માઓવાદી બનાવવાની કોશિન ન થવી જોઈએ”.

ઉલ્લેખનીય છે કે, પુણે પોલીસે 1લી જાન્યુઆરી, 2018ના રોજ પુણેના જ ભીમા-કોરેગાંવમાં ભડકેલી હિંસાના મામલે રોના જૈકબ વિલ્સન, સુધીર ઢાવલે અને સુરેન્દ્ર ગડલિંગ સહિત પાંચ લોકોની ધરપકડ કરી હતી. પુને પોલીસે કોર્ટમાં જણાવ્યું હતું કે, અટકાયતમાં લેવામાં આવેલા આ પાંચ આરોપીઓમાંથી એક આરોપીના દિલ્હી સ્થિત નિવાસસ્થાનેથી એક પત્ર મળી આવ્યો હતો. આ પત્રમાં જે રીતે ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી હતી તેવી જ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા નિપજાવવાનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો.

વિલ્સનના ઘરેથી મળી આવેલા આ પત્રમાં ‘રાજીવ ગાંધી હત્યાકાંડ જેવી ઘટનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પુનાના જોઈંટ પોલીસ કમિશ્નર રવીંદ્ર કદમે જણાવ્યું હતું કે, વિલ્સનના ઘરેથી મળી આવેલો પત્ર સીપીઆઈ (માઓવાદી) સાથે સંકળાયેલા મિલિંદ તેલતુમ્બડેએ મોકલાવ્યો હતો.