હાર્દિક પટેલમાં સરદારના DNA હોવાની શક્તિસિંહે કરેલી વાતને પગલે પડી પસ્તાળ - Sandesh
  • Home
  • Ahmedabad
  • હાર્દિક પટેલમાં સરદારના DNA હોવાની શક્તિસિંહે કરેલી વાતને પગલે પડી પસ્તાળ

હાર્દિક પટેલમાં સરદારના DNA હોવાની શક્તિસિંહે કરેલી વાતને પગલે પડી પસ્તાળ

 | 6:53 pm IST

હાર્દિક પટેલની કથિત સેક્સ લીલાની સીડીઓ બહાર આવ્યા બાદ તે ભાજપ દ્વારા બહાર પાડવામાં આવી હોવાનો આક્ષેપ કરીને શક્તિસિંહે હાર્દિક પટેલમાં સરદાર પટેલનું ડીએનએ હોવાની કરેલી વાતને મામલે શક્તિસિંહ ગોહિલ પર ચોમેરથી પસ્તાળ પડી રહી છે. ખાસ કરીને ભાજપે આ અંગે ઉગ્ર વિરોધ કર્યો છે. અમદાવાદ શહેરના તમામ વિસ્તારોમાં શક્તિસિંહ અને હાર્દિકના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું.

અમદાવાદના ઘાટલોડિયામાં સરદાર પટેલ સ્મારક પાસે મોટી સંખ્યામાં ભાજપની મહિલાઓ અને પુરુષોએ શક્તિસિંહ અને હાર્દિક પટેલના વિરોધમાં નારા લગાવ્યા હતા. શક્તિસિંહના પૂતળાને ચાર રસ્તા પાસે લાવીને સળગાવ્યું હતું. માંગ કરી હતી કે શક્તિસિઁહ ગોહિલ માફી માંગે. અમદાવાદ ઉપરાંત રાજ્યમાં અનેક સ્થળે શક્તિસિંહના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. શક્તિસિંહ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો. શક્તિસિંહની સાથે સાથે હાર્દિકની કથિત સીડીનો પણ ઠેર ઠેર વિરોધ કરવામાં આવ્યો હતો. વડોદરામાં ડેરીડેન સર્કલ ખાતે કોંગ્રેસના ચારિત્ર્ય વિશે બેનરો, પોસ્ટરો દર્શાવી ભાજપ કાર્યકરો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.


ઉલ્લેખનિય છે કે હાર્દિક પટેલ વિશે શક્તિસિંહે કરેલા ઉલ્લેખને સરદાર વલ્લભભાઈ પટેલના પરિવારજનોએ ફગાવી દીધાં હતા. તેમણે કહ્યું હતું કે સરદાર લોકોને જોડવાનું કામ કરે છે જ્યારે હાર્દિક લોકોને તોડવાનું કામ કરે છે. તે પછી રાજકારણ ગરમાયું છે. ભાજપ તરફથી ઠેર ઠેર શક્તિસિંહના પૂતળાનું દહન કરીને શક્તિસિંહ આ મામલે માફી માંગે તેવી માંગણી કરી છે.