shalini pandey praises ranveer singh return from jayeshbhai jordaar set
  • Home
  • Featured
  • PHOTOS: રણવીર સિંહ પાછળ ગુજરાતના લોકોનું ગાંડપણ જોઈ અભિનેત્રી મોંમા આંગળા નાખી ગઈ

PHOTOS: રણવીર સિંહ પાછળ ગુજરાતના લોકોનું ગાંડપણ જોઈ અભિનેત્રી મોંમા આંગળા નાખી ગઈ

 | 8:12 am IST

દક્ષિણ ભારતની સૌથી પ્રિય સુપરહિટ ફિલ્મોમાંની એક એટલે કે અર્જુન રેડ્ડીની પ્રિતી બનીને ચર્ચામાં આવેલી જબલપુરની અભિનેત્રી શાલિની પાંડેએ થોડા દિવસો ગુજરાતમાં વિતાવ્યા હતા. શાલિની એ જોઈને ચકિત થઈ ગઈ કે ગુજરાતના લોકો પ્રીતિને કેટલી ઓળખે છે અને રણવીર સિંહ પાછળ કેટલા ગાંડા છે. પ્રીતિ, પ્રીતિની ચીસો સાંભળીને અભિનેત્રી આશ્ચર્યચકિત થઈ ન હતી એનાથી વધારે તે ‘જયેશભાઇ’ની પ્રતિષ્ઠિતી જોઈને હેરાન રહી ગઈ હતી.

શાલિની પાંડે ફિલ્મ જયેશભાઈ જોરદારથી પોતાનું હિંદી સિનેમામાં ડેબ્યૂ કરી રહી છે. ફિલ્મનું શૂટિંગ હાલમાં જ પૂર્ણ થયું. શૂટિંગ દરમિયાન થયેલા અનુભવો વિશે વાત કરતાં શાલિની કહે છે કે, “દક્ષિણની એક ફિલ્મ ગુજરાતના લોકોમાં આટલી ફેમસ છે એવું જોઈને હું સ્તબ્ધ થઈ ગઈ. આ સમય દરમિયાન અમે શૂટિંગ માટે ગુજરાતના તમામ વિસ્તારોની મુલાકાત લીધી હતી. નાના શહેરો અને શહેરોના લોકો ફિલ્મના હીરો રણવીર સિંહને મળવા આવતા હતા અને અર્જુન રેડ્ડીની હિરોઇનને જોઈને ચોંકી જતાં હતા. “

શાલિનીને રણવીર સિંહની ફેમની એક ઝલક પણ જોવા મળી. તે જણાવે છે કે, “જયેશભાઇ જોરદાર ફિલ્મના સેટ પર દરરોજ હજારો લોકો માત્ર રણવીર સિંહને જોવા માટે આવતા હતા. માણસ તરીકે રણવીર ખૂબ જ અસલી વ્યક્તિ છે. તેમાં એક સહેજ પણ મોટપ જેવું નથી. અમે ટીમના સાથી ખેલાડીઓની જેમ ફિલ્મમાં કામ કર્યું છે અને જ્યારે મને શૂટિંગ દરમિયાન લોકો દરેક ગલીમાં રણબીરના નામનો પોકાર કરતા ત્યારે તેની ખ્યાતિનો ખ્યાલ આવે છે. ”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન