shameful day for Pakistan, the New Zealand team canceled the series due to security reasons
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • પાકિસ્તાન માટે આજે શરમજનક દિવસ, પ્રથમવાર ક્રિકેટની દુનિયામાં ટૉસ પહેલા જ સિરીઝ રદ્દ

પાકિસ્તાન માટે આજે શરમજનક દિવસ, પ્રથમવાર ક્રિકેટની દુનિયામાં ટૉસ પહેલા જ સિરીઝ રદ્દ

 | 3:54 pm IST
  • Share

અફઘાનિસ્તાનમાં તખ્તાપલટ બાદ તાલિબાનને ગળે લગાવવા આતુર દેખાયેલા પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તર પર શરમ અનુભવી પડી છે. ન્યૂઝીલેન્ડે પાકિસ્તાન વિરૂદ્ધ રમાનાર વન-ડે સિરીઝની પ્રથમ મેચના ટૉસ પહેલા જ મેદાનમાં ઉતરવાથી ઇન્કાર કર્યો અને થોડા સમય બાદ તેમણે આખો પ્રવાસ જ રદ્દ કરી નાંખ્યો.

સૂત્રોનું કહેવું છે કે, આ કારણે ન્યૂઝીલેન્ડ ટીમે સુરક્ષા કારણોનો હવાલો આપ્યો છે. ટીમે શુક્રવારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને આ વિશે સૂચના આપી. ટીમે બોર્ડને તેની જાણકારી આપી કે ટીમને પાકિસ્તાનમાં ખતરો છે. તેના પછી પ્રધાનમંત્રી ઇમરાન ખાન અને પીસીબીના અધિકારીઓએ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડ અને ખેલાડીઓ સાથે વાતચીત કરવાનું શરૂ કર્યું.

તમામ માન-સન્માન મળવા છતાં ન્યૂઝીલેન્ડની ટીમે મેદાન પર ઉતરવાથી ઇન્કાર કર્યો હતો. આ પાકિસ્તાન માટે ખુબ જ શરમજનક સ્થિતિ છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર ઠેકડી ઉડી છે. સોશિયલ મીડિયા પર પાકિસ્તાનના લોકો પોતે પણ આ સ્થિતિને શરમજનક ગણાવી રહ્યા છે.

2002માં બોમ વિસ્ફોટ બાદ ન્યૂઝીલેન્ડની ટીમ પરત ફરી

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2002માં કરાચીમાં હોટલની બહાર બોમ વિસ્ફોટ બાદ ન્યૂઝીલેન્ડે પોતાનો પાકિસ્તાન પ્રવાસ રદ્દ કરી દીધો હતો. બ્લેક કેમ્પએ 2003માં પાંચ વન-ડે રમી હતી જે તેમનો છેલ્લો પાકિસ્તાન પ્રવાસ હતો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો