Shamlaji Temple close for devotees on full moon day on corona cases
  • Home
  • Gujarat
  • શામળાજી મંદિરનો મોટો નિર્ણય, કાળીયાઠાકોરના નહી થાય પૂનમના દર્શન

શામળાજી મંદિરનો મોટો નિર્ણય, કાળીયાઠાકોરના નહી થાય પૂનમના દર્શન

 | 6:24 pm IST
  • Share

– પ્રમોદ પંડ્યા (મોડાસા)

  • શામળાજી મંદિર પૂનમના દિવસ રહેશે બંધ

  • કોરોનાના કેસો વધતા મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવાયો

  • શ્રદ્ધાળુઓ પૂનમના દિવસે કરી શકશે ઓનલાઈન દર્શન

 

રાજ્યમાં વધતા કોરોના સંક્રમણના કેસોને લઈને સરકાર દ્વારા રોજે નવી ગાઇડલાઇન બહાર પાડવામાં આવી રહી છે. ત્યારે હવે રાજ્યના મંદિરોને પણ કોરોનાનું ગ્રહણ નડી રહ્યું છે. કોરોનાની ત્રીજી લહેરને કારણે રાજ્યના એક પછી એક મંદિરો બંધ થવા લાગ્યા છે. પહેલા અંબાજી મંદિર બાદ હવે શામળાજી મંદિરને પણ કોરોનાનું ગ્રહણ નડ્યું છે. કોરોના મહામારી બેકાબુ બનતા મંદિર ટ્રસ્ટ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, શામળાજી મંદિર ટ્રસ્ટ દ્વારા જનહિતમાં જાહેર કરવામાં આવ્યું છે કે કોરોનાના કેસો વધતા મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્ણય લઈને પૂનમના દિવસે શામળાજી મંદિર બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે ટ્રસ્ટ દ્વારા અન્ય એક મહત્વનો નિર્ણય લઈને દર્શન માટે ઓનલાઇન દર્શનનો વિકલ્પ ખુલ્લો રાખવામાં આવ્યો છે. પૂનમના દિવસે શામળાજી મંદિરના દર્શન ઓનલાઇન લાઈવ કરવામાં આવશે. ભક્તો ઓનલાઇન ઠાકરોજીના દર્શન કરી શકશે.

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો