shamli grp has beaten journalist sho and constable suspended
  • Home
  • Featured
  • પોલીસની અવળચંડાઈનો VIDEO વાયરલ: પત્રકારને કપડાં ઉતારી માર્યો, પેશાબ પીવડાવ્યો

પોલીસની અવળચંડાઈનો VIDEO વાયરલ: પત્રકારને કપડાં ઉતારી માર્યો, પેશાબ પીવડાવ્યો

 | 11:23 am IST

પોલીસ જો તેની સત્તાનો સારો ઉપયોગ કરે તો વાંધો નથી પણ પોલીસ ક્યારેક દંબગાઈ ઉપર ઉતરી જતી જોવા મળે છે. શામલીમાં રેલવે પોલીસનો શર્મસાર કિસ્સો સામે આવ્યો છે. અહીંયા રેલવે પોલીસે એક પત્રકારને ઢોર માર માર્યો છે. મળતી જાણકારી પ્રમાણે પત્રકાર ટ્રેન પટરી પરથી ઉતરી ગઈ એવું કવરેજ કરવા માટે ગયો હતો. ત્યારે જ રેલવે પોલીસે આ પત્રકારને ઢીબી નાખ્યો અને આ સમગ્ર ઘટનાનો એક વીડિયો વાયરલ થયો છે.

વધુમાં પત્રકારનો એવો પણ આરોપ છે કે આ રેલવે પોલીસે મને એક રૂમમાં પુર્યો પછી મારા કપડાં ઉતાર્યા અને મને પેશાબ પણ પીવડાવ્યો. પત્રકાર કહે છે કે અમારો કેમેરો પણ તોડી નાખ્યો હતો. કેસ સામે આવ્યાં બાદ રેલવે પોલીસના એસએચઓ અને કોન્સટેબલને સંસપેન્ડ કરવમાં આવ્યાં છે. બબાલ વધી જતાં મુરાદાબાદનાં જીઆરપી ઘટનાં સ્થળે પહોંચી ગયા અને 24 કલાકમાં બધા રિપોર્ટ આપવાનો ઓર્ડેર કર્યો છે.

જેટલી જાણકારી મળી એ પ્રમાણે જો વાત કરીએ તો શામલીમાં જીઆરપી રાકેશ કુમારની હાજરીમાં આ બધી ઘટનાં બની છે. એટલું જ નહીં પત્રકારનો તો એવો દાવો છે કે આ બધા પોલીસ મને જીઆરપીનાં ઈશારે જ મારતા હતા. પોલીસ સ્ટેશનમાં બંધ કર્યો અને કપડાં કાઢીને માર્યો.

પત્રકારનું કહેવું છે કે મને જાણકારી મળી કે ટ્રેનમાં કંઈક વાંધો છે તો હું ઘટનાની કવરેજ કરવા માટે ત્યાં પહોંચ્યો હતો અને ત્યાં જતા જીઆરપી રાકેશ કુમારે મારો વિરોધ કર્યો અને ઘટનાને કવરેઝ કરવાની ના પાડી. મે નાં પાડી તો રાકેશ કુમારનો ગુસ્સો આસમાને પહોંચી ગયો અને પછી મારી મારપીટ કરવાનું શરૂ કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન