Shammi Kapoor Was in Love With Mumtaz
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • Happy Birthday : આ અભિનેત્રીનાં પ્રેમમાં હતા શમ્મી કપૂર, લગ્ન માટે બીજી પત્ની આગળ રાખી હતી મોટી શરત

Happy Birthday : આ અભિનેત્રીનાં પ્રેમમાં હતા શમ્મી કપૂર, લગ્ન માટે બીજી પત્ની આગળ રાખી હતી મોટી શરત

 | 8:32 am IST
  • Share

શમ્મી કપૂરનો જન્મ 21 ઑક્ટોબર 1931નાં રોજ થયો હતો. માનવામાં આવે છે કે મુમતાઝને શમ્મી કપૂર અને જિતેન્દ્ર બેઇંતહા પ્રેમ કરતા હતા. એટલા સુધી કે લગ્ન પણ કરવા ઇચ્છતા હતા. એક ઇન્ટરવ્યૂ દરમિયાન મુમતાઝે આ વાતનો ઉલ્લેખ કર્યો હતો.

મુમતાઝે કર્યો હતો ખુલાસો

મુમતાઝે કહ્યું કે, “હું પોતાને નસીબદાર માનું છું કે આ લોકો મારી સાથે લગ્ન કરવા ઇચ્છતા હતા. મને આકર્ષણ જરૂર હતું, તેનાથી વધારે કશું જ નહીં.” મુમતાઝે બિઝનેસમેન મયુર માધવાની સાથે 1974માં લગ્ન કરી લીધા હતા. તો શમ્મી કપૂરની પ્રોફેશનલ જિંદગી જેટલી જોરદાર રહી તેટલી પર્સનલ જિંગી નહોતી રહી. પહેલી પત્નીનાં મૃત્યુ બાદ શમ્મી કપૂર તુટી ચુક્યા હતા. આવામાં તેમને બીજા લગ્ન કરવા પડ્યા હતા.

શમ્મી કપૂર મુમતાઝને દિલ આપી બેઠા હતા

71 વર્ષનાં મુમતાઝ સિનેમાજગતથી દૂર છે. એક સમય હતો જ્યારે બૉક્સ ઑફિસ પર તેમનું રાજ ચાલતુ હતુ. મુમતાજની જેટલી ફિલ્મો હિટ થઈ છે, તેટલા જ તેમનાં ગીતો પણ હિટ થયા છે. આ ગીતોમાં ‘બિંદિયા ચમકેગી’, ‘જય જય શિવશંકર’, ‘આજ કલ તેરે પ્યાર કે ચર્ચે’ અને ‘યે રેશમી ઝુલ્ફેં’ આજે પણ લોકોનાં હોઠો પર છે. મુમતાઝ જેટલા ઑનસ્ક્રીન સુંદર લાગતા હતા તેનાથી વધારે હકીકતમાં સુપંર હતા. કહેવામાં આવે છે કે શમ્મી કપૂર પણ મુમતાઝને દિલ આપી બેઠા હતા.

પત્ની આગળ રાખી હતી શરત કે મા નહીં બને

શમ્મી કપૂરનું અસલી નામ શમશેર રાજ કપૂર હતુ. 50નાં દશકમાં બોલીવુડમાં શમ્મી કપૂરનું રાજ હતુ. શમ્મી કપૂરનાં પ્રેમની શરૂઆત ફિલ્મ ‘રંગીન રાતેં’થી થઈ હતી. આ ફિલ્મમાં તેમની સાથે અભિનેત્રી ગીતા બાલી હતી જેમની સાથે તેમણે ખાનગીમાં મંદિરમાં જઇને લગ્ન કરી લીધા હતા. ત્યારબાદ શમ્મી કપૂરનું કિસ્મત બદલાઈ ગયું અને 1957 આવેલી ફિલ્મ ‘તુમસા નહીં દેખા’ ઘણી જ હિટ રહી હતી. લગ્નનાં 10 વર્ષ બાદ પત્ની ગીતા બાલીનું મૃત્યુ થઈ ગયું હતુ. ત્યારબાદ શમ્મી કપૂરે 1969માં નીલા દેવી સાથે લગ્ન કરી લીધા હતા. જો કે શમ્મીએ નીલા દેવી સામે એક શરત રાખી હતી કે તે મા નહીં બને અને ગીતાનાં બાળકોને ઉછેરવા પડશે. નીલા દેવીએ પણ શમ્મી કપૂરની આ વાત માની લીધી હતી.

ગીતા બાલી સાથે પહેલી વખત ‘કોફી હાઉસ’ ફિલ્મના સેટ પર મુલાકાત થઇ

શમ્મી કપૂરની ગીતા બાલી સાથે પહેલી વખત ‘કોફી હાઉસ’ ફિલ્મના સેટ પર મુલાકાત થઇ હતી. ત્યારબાદ બન્નેએ ‘રંગીન રાતે’ ફિલ્મમાં સાથે કરામ કર્યું હતું. જ્યાં તેમની મુલાકાત પ્રેમમાં બદલાઇ ગઇ હતી. આ વચ્ચે એક દિવસ ફિલ્મના શૂટિંગ દરમિયાન શમ્મીને ગીતાએ લગ્ન માટે હા કીધુ અને કહ્યું કે તેને આજે જ સાત ફેરા લેવા પડશે. ત્યારબાદ ઉતાવળે બન્ને મંદિરમાં પહોંચ્યા, જ્યાં પુરાજીએ તેમના લગ્ન કરાવ્યા હતા, પરંતુ ત્યાં માંગ ભરવા માટે સિંદૂર હતું નહી તો લિપસ્ટિકથી જ શમ્મીએ ગીતાની માંગ ભરી હતી.

ચોરી-છુપે કર્યા હતા લગ્ન 

શમ્મી કપૂરના લગ્ન પરિવારજનોની ઇચ્છા વગર કર્યા હતા. હકીકતમાં, કપૂર પરિવારમાં પ્રથા ચાલી રહી હતી કે તેના પરિવારના કોઈ પણ સભ્ય અભિનેત્રી સાથે લગ્ન કરશે નહીં, પરંતુ શમ્મી કપૂરે આ પ્રથાને તોડી ચોરી-છુપે લગ્ન કર્યા હતા. જેનાથી તેમના પિતા પૃથ્વીરાજ કપૂર ક્યારેય રાજી ન હતા. જોકે, થોડા સમય પછી પૂત્ર અને પૂત્રવધુને કપૂર પરિવારે સ્વીકારી લીધા હતા. થોડા સમય બાદ ગીતાએ એક પુત્ર આદિત્ય અને પુત્રી કંચનનો જન્મ આપ્યો હતો.

ગીતા બાલીનું 1965માં અવસાન થયું

લગ્નના 10 વર્ષ બાદ ગીતા બાલી શીતળા રોગથી પીડાતી હતી અને સારવાર દરમિયાન 1965માં તેમનું મોત થયું હતું. આ દુ:ખથી શમ્મી કપૂર ખરાબ રીતે તુટી ગયા હતા. તેમણે ખાવા-પીવાનું ધ્યાન ન રાખ્યું, પરિણામ સ્વરૂપે, તેનું શરીર નબળું થવાનું શરૂ થયું. જો કે, આઘાતમાંથી બહાર નીકળવા માટે તેઓએ પોતાને ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત રાખવા લાગ્યા હતા.

મુમતાઝને કર્યું પ્રપોઝ

પત્નીના મોતથી આઘાતમાં શમ્મી કપૂરે બીજા લગ્ન કરવા તૈયાર ન હતા. પરિવારજનોએ તેમના બાળકોને ભવિષ્યને ધ્યાનમાં રાખી બીજા લગ્ન કરવાની સલાહ આપી હતી. આ વચ્ચે ફિલ્મ ‘બ્રહ્મચારી’ના શૂટિંગ દરમિયાન શમ્મી કપૂર અને મુમતાઝ વચ્ચે નિકટતા વધવા લાગી હતી. સમાચારોના અનુસાર શમ્મીએ મુમતાઝને લગ્ન માટે પ્રપોઝ પણ કર્યું હતું. પરંતુ 18 વર્ષની જાણીતી કલાકારે પોતાનાથી 20 વર્ષ મોટા શમ્મી કપૂર સાથે લગ્નના બંધનમાં બંધાવવા માટે ના પાડી હતી. તેનું કારણ હતું કે મુમતાઝ લગ્ન કરી તેમના કરિયરને દાવ પર લગાવવા માંગતી ન હતી. કેમ કે શમ્મી સાથે લગ્ન બાદ તેમને તેમનું કામ છોડી દેવું પડતું.

નીલા દેવી સાથે કર્યા શરતી લગ્ન

ગીતાના અવસાનના ચાર વર્ષ બાદ શમ્મી કપૂરે બીજા લગ્ન કરવા માટે હા પાડી હતી. તેમના લગ્ન ભાવનગરમાં રહેતી નીલા દેવી સાથે નક્કી થયા હતા. પરંતુ નીલાની સામે શમ્મીએ શરત મુકી હતી કે તેઓ ક્યારે પર બાળકને જન્મ નહીં આપે, તેમના ગીતાના બાળકો (આદિત્ય અને કંચન)ની સારસંભાળ રાખવી પડશે. નીલાએ આ શરત સ્વિકારી લીધી હતી. ત્યારબાદ બન્નેએ 27 જાન્યૂઆરી 1969માં લગ્નના બંધનમાં જોડાયા હતા.

આ વીડિયો પણ જુઓઃ બોટાદના ગઢડામાં જાહેરનામાનો ભંગ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન