Shammi Kapoor's Love Life: Twice Failed In Love And Twice Married
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • આ શરતે ભાવનગરની રાજપુતાણી સાથે પરણ્યો’તો શમ્મી કપૂર, નીલા દેવી આજીવન ખરી ઉતરી

આ શરતે ભાવનગરની રાજપુતાણી સાથે પરણ્યો’તો શમ્મી કપૂર, નીલા દેવી આજીવન ખરી ઉતરી

 | 8:31 am IST
  • Share

ગુજરાતનું બોલિવૂડના ઘણા નામી કલાકારો સાથે કનેક્શન છે અને હતું પણ ખરું. એમાંના જ એક એટલે શમ્મી કપૂર કે જે બોલિવૂડના સુપર સ્ટાર હતા. તેનો જન્મદિવસ હાલમાં જ ગયો 21 ઓક્ટોબરે. આમ તો તેનું જીવન ઘણું ચર્ચામાં રહ્યું હતું પરંતુ બીજી એક વાત કે જે ખુબ ઓછા લોકો જાણતા હશે.

શમ્મી કપૂરના પહેલા પ્રેમલગ્ન થયા હતા અને એ વર્ષ 1955માં. પ્રખ્યાત ફિલ્મ અભિનેત્રી ગીતા બાલી સાથે શમ્મી કપૂરે લગ્ન કર્યા હતા. આ પત્ની સાથેના તેમનાં આદિત્ય અને કંચન નામના બે પુત્ર અને પુત્રી થયા હતા. પરંતુ નસીબના જોગે 1965માં ગીતા દત્તનું એક ભયાનક બીમારીના કારણે અવસાન થઈ ગયું. હવે શમ્મી કપૂર બે બાળકો સાથે એકલા જ હતાં.

શમ્મી કપૂરને ભાવનગર સાથે ખુબ જૂનો અને ઘેરો સંબંધ છે. ભાવનગરના રાજવી પરિવાર સાથે સારા એવા ઘરોબાના કારણે શમ્મીને ભાવનગર આવવા જવાનું પણ થતું. આ સંબંધોને કારણે 27 જાન્યુઆરી 1969માં શમ્મીએ બીજા લગ્ન કર્યા. આ લગ્ન રાજવી પરિવારના રાજપુતાણી નીલા દેવી સાથે કરવામાં આવ્યા હતા. પરંતુ આ લગ્ન શમ્મીએ એક શરત રાખી હતી કે જેનો ખુલાસો ખુદ નીલા દેવીએ કર્યો હતો.

શમ્મીની પત્ની નીલા દેવીએ એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તેમણે પતિ શમ્મી સાથેની પોતાની યાદો વાગોળી હતી અને જણાવ્યું કે શમ્મીએ લગ્ન વખતે એક શરત રાખી હતી કે આદિત્ય અને કંચનને ક્યારેય સાવકાપણું ન અનુભવાય માટે થઈને તે બાળકો નહીં કરે. નીલા દેવીએ પણ આ શરત સારી રીતે નિભાવી કારણ કે તેને આ વાતને લઈ કોઈ જ વાંધો નહોતો. શમ્મી કપૂરનું 14 ઓગસ્ટ 2011માં અવસાથ થયું હતું.

જો હાલમાં શમ્મી કપૂરના બાળકો વિશે વાત કરીએ તો પુત્રી કંચને ફિલ્મ નિર્દેશક મનમોહન દેસાઈના પુત્ર કેતન સાથે લગ્ન કર્યાં અને એક પુત્રી પણ છે. એ જ રીતે પુત્ર આદિત્ય રાજ કપૂરે પ્રીતિ સાથે લગ્ન કર્યાં છે અને તેને એક દીકરો અને એક દીકરી છે.

આ વીડિયો પણ જુઓ: સોના – ચાંદીની ખરીદીમાં મંદીનો માહોલ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન