શમીની પત્નીના પ્રથમ પતિએ કર્યો ખુલાસો, હવે કરે છે કંઇક આવું... - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • શમીની પત્નીના પ્રથમ પતિએ કર્યો ખુલાસો, હવે કરે છે કંઇક આવું…

શમીની પત્નીના પ્રથમ પતિએ કર્યો ખુલાસો, હવે કરે છે કંઇક આવું…

 | 8:21 pm IST

ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને તેની પત્ની હસીના જહાં વચ્ચે ચાલી રહેલા વિવાદ કરોડો ક્રિકેટપ્રેમીઓ વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે. વિવાદો વચ્ચે ફસાયેલા ક્રિકેટર શમીની પત્ની હસીન જહાંના પૂર્વ પત્ની શેખ સૈફુદ્દીનનું નિવેદન સામે આવ્યું છે.

ત્યારે હવે જહાંના જૂના સંબંધો પણ સામે આવી રહ્યા છે. હસીના જહાંએ શમી પહેલા પણ એક લગ્ન કર્યા હતા. હસીના અને મોહમ્મદ શમીની પહેલી મુલાકાત આઈપીએલ 2012 દરમિયાન થઈ હતી. હસીન ચીયરગર્લ તરીકે કામ કરતી હતી. જૂન 2014માં શમીએ હસીના સાથે નિકાહ કરતાં પહેલા પાંચ વર્ષ ડેટ કરી હતી. હાલમાં તેમને સંતાનમાં ત્રણ વર્ષની પુત્રી આયરા છે.

સૈફુદ્દીન સાથે હસીનાના નિકાહ વર્ષ 2002માં થયા હતા જેનાથી તેમને સંતાનમાં બે છોકરીઓ છે. મોહમ્મદ શમી સાથેના નિકાહ પહેલા હસીનએ કોલકાતાના એસકે સૈફુદ્દીન સાથે લવ મેરેઝ કર્યા હતા. ત્યારે હસીન 10માં ધોરણમાં ભણતી હતી. નિકાહના આઠ વર્ષ બાદ વર્ષ 2010માં બંનેના તલાક થઈ ગયા. સૈફુદ્દીન હાલમાં કોલકાત્તામાં કરીયાણાની દુકાન ચલાવે છે.

સૈફુદ્દીને કહ્યું કે, ‘મને નથી ખબર કે હસીનએ મને કેમ છોડ્ટો, પરંતુ તે ખુબ જ મહત્વકાંક્ષી મહિલા છે.’ સૈફુદ્દીને જણાવ્યું કે હસીનાની એક પુત્રી ધોરણ 10માં અને બીજી પુત્રી 6 ધોરણમાં અભ્યાસ કરે છે. હસીના બંને સાથે અઠવાડિયામાં એક કે બે વખત વાત કરે છે.