શમ્મી આંટીનાં અંતિમ સંસ્કારમાં પહોંચ્યા આશા પારેખ-અન્નુ કપૂર, મોટા કલાકારોની ગેરહાજરી - Sandesh
NIFTY 10,364.45 -62.40  |  SENSEX 33,681.07 +-175.71  |  USD 64.9500 +0.06
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • શમ્મી આંટીનાં અંતિમ સંસ્કારમાં પહોંચ્યા આશા પારેખ-અન્નુ કપૂર, મોટા કલાકારોની ગેરહાજરી

શમ્મી આંટીનાં અંતિમ સંસ્કારમાં પહોંચ્યા આશા પારેખ-અન્નુ કપૂર, મોટા કલાકારોની ગેરહાજરી

 | 12:20 pm IST

છેલ્લા 6 દશકથી અભિનય ક્ષેત્રે સક્રિય રહેનાર અને ‘શમ્મી આંટી’નાં નામથી લોકપ્રિય થનાર દિગ્ગજ અભિનેત્રી નરગિસ રબાદીનું નિધન સોમવાર સાંજે મુંબઇમાં થયું હતું. અશોક શેખરનાં જણાવ્યા પ્રમાણે તે છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. તેમણે જુહૂમાં આવેલા પોતાના ઘરમાં છેલ્લા શ્વાસ લીધા હતા. મંગળવારનાં ઓશિવારા કબ્રસ્તાનમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમના અંતિમ સંસ્કારમાં આશા પારેખ, ફરીદા જલાલ, બોમન ઇરાની, ફરાહ ખાન, અનુ કપૂર, સુશાંત સિંહ, પ્રિયા દત્ત અને ડિઝાઇનર સંદીપ ખોસલા પહોંચ્યા હતા. ‘શમ્મી આંટીનાં અંતિમ સંસ્કારમાં બોલિવુડનાં દિગ્ગજ કલાકારો હાજર નહોતા રહ્યા.

89 વર્ષનાં આ અભિનેત્રીએ આંટી, નાની અને પરિવારની વૃદ્ધ મહિલાના પાત્ર નિભાવીને ઘરેઘરે નામના મેળવી હતી. શમ્મી આંટીએ મોટાભાગે હાસ્ય ભૂમિકાઓ નિભાવી હતી. દિવંગત અભિનેત્રીએ ‘કુલી નં-1’, ‘મર્દોવાલી બાત’, ‘શિરીન ફરહાદ કી તો નિકલ પડી’ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમણે ‘દેખ ભાઇ દેખ’, ‘જબાન સંભાલ કે’, ‘શ્રીમાન શ્રીમતી’, ‘કભી યે કભી વો’ અને ‘ફિલ્મી ચક્કર’ જેવી લોકપ્રિય ધારાવાહિકોમાં પણ કામ કર્યું હતું.

શમ્મી પારસી હતા અને તેઓ બોલિવુડનાં દિગ્ગજ ફિલ્મમેકર દિવંગત સુલ્તાન અહમદની પૂર્વ

પત્ની હતા. તેમને સૌથી પહેલા શ્રદ્ધાંજલિ આપવામાં સંસ્કૃતિ મંત્રી મહેશ શર્મા, મહાનાયક અમિતાભ બચ્ચન, ડિઝાઇનર સંદીપ ઘોસલા, અભિષેક બચ્ચન, ફરાહ ખાન અને દિવ્યા દત્તા જેવી હસ્તિઓ સામેલ હતી.