શેમ્પૂથી વાળ ખરાબ થઈ જાય છે તો આ ટિપ્સ અપનાવો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Nari
  • શેમ્પૂથી વાળ ખરાબ થઈ જાય છે તો આ ટિપ્સ અપનાવો

શેમ્પૂથી વાળ ખરાબ થઈ જાય છે તો આ ટિપ્સ અપનાવો

 | 1:27 am IST

વાળને સુંદર બનાવવા માટે ઘણા શેમ્પૂનો ઉપયોગ કરે છે. જેમાં કેલ્શિયમ હોય છે. માત્ર શેમ્પૂ જ નહીં ક્રીમ્સમાં પણ ઘણા કેમિકલ્સ ઉપયોગ કરાય છે. જેને લગાવવાથી વાળ ખરાબ થઈ જાય છે. શેમ્પૂ સિવાય પણ ઘણી એવી વસ્તુ છે જેનાથી વાળ સુંદર અને ભરાવદાર બનાવી શકાય છે. આજે આપણે એવી જ કેટલીક ટિપ્સ વિશે જાણીશું.

મુલતાની માટી

૧/૪ કપ મુલતાની માટી ૧ નાની ચમચી લીંબુનો રસ અને પાણી મિક્સ કરી પેસ્ટ તૈયાર કરી લો. ત્યારબાદ વાળને હળવા પલાળીને આ પેસ્ટને લગાવો. ૧૦ મિનિટ સુધી રહેવા દો. પછી પાણીથી ધોઈ લો.

બેકિંગ સોડા

૧ કપ ગરમ પાણીમાં ૧ ચમચી બેકિંગ સોડા મિક્સ કરી તેનાથી સ્કાલ્પ પર મસાજ કરો. પછી થોડી વાર રહેવા દો ત્યારબાદ પાણીથી વાળને ધોઈ લો. તેનાથી વાળમાં રહેલી ગંદકી નિકળી જશે.

ફુદીનાનું પાણી

૧ કપ પાણી ઉકાળી લો. પછી તેમાં એક મુઠ્ઠી ફુદીનાના પાન નાંખી થોડી વાર માટે મૂકી દો. પછી તે પાણીથી સ્કલ્પ પર સારી રીતે મસાજ કરો. ત્યારબાદ પાણીથી વાળ ધોઈ લો.

અરીઠા

અરીઠા વાળ માટે બહુ ફયદાકારક ઔહોય છે. તેને લગાવવાથી વાળ લાંબા રહે છે. અરીઠા અને આમળા પાઉડરને પાણીમાં નાંખી ઉકાળી લો. પછી તેને ગાળીને તે પાણીથી વાળને ધોઈ લો. તમારા વાળ સિલ્કી અને શાઈની બની  જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન