NIFTY 10,167.45 +71.05  |  SENSEX 32,432.69 +250.47  |  USD 64.9275 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • બોલર બન્યા પહેલા ટ્રાફિક પોલીસમાં હતો આ ખેલાડી, કરી હતી આવી ભૂલ

બોલર બન્યા પહેલા ટ્રાફિક પોલીસમાં હતો આ ખેલાડી, કરી હતી આવી ભૂલ

 | 5:07 pm IST

ઘણા ઓછા લોકો જાણતા હશે કે, ન્યૂઝીલેન્ડના પૂર્વ ફાસ્ટ બોલર શેન બોન્ડ એક સ્ટ્રગ્લિંગ ટ્રાફિક પોલીસ ઓફિસર રહી ચૂક્યો છે. જુના દિવસો યાદ કરતાં બોન્ડે કહ્યું કે, કેવી રીતે આ મુશ્કેલ નોકરીએ તેમને માનસિક રીતે મજબૂત બનાવ્યો હતો. એક ઈન્ટરવ્યું દરમિયાન શેન બોન્ડે તે સમયને યાદ કર્યો જ્યારે એક ગાડીને રોંગ સાઈડ પરથી જવા દીધી હતી. જેના કારણે બીજી સાઈડ પર ઉભેલા લોકોએ તેમની મજાક કરી હતી. બોન્ડે કહ્યું, સાચે જ તે દિવસો સૌથી સારા નહતા. પરંતુ તે દિવસોએ એવી પરિસ્થિતિમાં નાંખ્યો જેના કારણે માનસિક રીતે વધારે મજબૂત થઈ ગયો હતો. આ મુશ્કેલ પરિસ્થિતિના કારણે જ તેમનામાં આત્મવિશ્વાસ આવ્યો અને તેમને આંતરાષ્ટ્રીય ક્રિકેટ માટે તૈયારીની શરૂઆત કરી.

ત્યાર બાદ બોન્ડને સ્પીડની દિવાનગીને લઈને વાત કરી હતી. તેમને કહ્યું કે, મને હંમેશા સ્પીડથી પ્રેમ હતો અને હું બીજા બોલરો કરતાં વધારે સ્પીડથી વધારે ફાસ્ટ થવા માંગતો હતો. બોન્ડે કહ્યું કે, હું જાણતો હતો કે, સ્લેજિંગ કરવી મારા માટે શક્ય નથી તેથી મે માત્ર બોલિંગ પર ફોકસ કર્યું. તેમને કહ્યું કે, પ્રેક્ટિસ સેશન દરમિયાન પણ તેઓ હંમેશા ઈમાનદાર રહ્યો અને ફિઝીકલ ફિટનેસને સૌથી વધારે મહત્વ આપ્યું. આમાં બોક્સિંગે મને વિશ્વાસ અપાવ્યો કે, હું એક મહેનતી વ્યક્તિ છું અને અન્ય બોલર કરતાં શાનદાર છું. બોન્ડે તે પણ કહ્યું કે, જેક કાલિસ, સચિન તેંડૂલકર, અને બ્રાયન લારાની વિકેટ લઈને તેમને આત્મસંતોષ મળ્યો હતો. આ બધા જ ખેલાડી વિશ્વના મોટા ખેલાડીઓમાંથી એક હતા.

હાલમાં શેન બોન્ડ ન્યૂઝીલેન્ડ એ સાઈડના કોચ છે. તેઓ રાષ્ટ્રીય ટીમના બોલિંગ સલાહકાર પણ રહી ચૂક્યો છે. વર્તમાન રોલ પર બોન્ડે કહ્યું કે, તેઓ પોતાના અનુભવ દ્વારા યુવા ખેલાડીઓની મદદ કરે છે. તેમને કહ્યું કે, મારૂ કામ ખેલાડીઓને સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરાવવાનું છે. મને પોતાથી અથવા મારા સમયથી કંઈ લેવા દેવા નથી કેમ કે, તે જઈ ચૂક્યો છે. હવે મને માત્ર મારા અનુભવ પર વિશ્વાસ છે, કેમ કે હું જાણું છું કે, દબાણમાં રમવું કેવું હોય છે. શેન બોન્ડે 18 ટેસ્ટ મેચોમાં 87 વિકેટ ઝડરી છે, જ્યારે 82 વનડે મેચોમાં 147 ખેલાડીઓને પેવેલિયન ભેગા કર્યા છે.