Shane warne upset with Australian prime minister scott morrison
  • Home
  • Corona live
  • વડાપ્રધાનનું નિવેદન સાંભળી લાલઘૂમ થયો આ દિગ્ગજ ક્રિકેટર, જાહેરમાં આપી દીધી ગાળ

વડાપ્રધાનનું નિવેદન સાંભળી લાલઘૂમ થયો આ દિગ્ગજ ક્રિકેટર, જાહેરમાં આપી દીધી ગાળ

 | 3:34 pm IST

કોરોના વાયરસના કારણે આખી દુનિયામાં જનજીવન અસ્ત વ્યસ્ત છે. કોવિડ 19ના કારણે ભારત સહિત દુનિયાના કેટલાક દેશ સંપૂર્ણ રીતે લોકડાઉન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ કોરોના વાયરસની ગંભીરતાને સમજતા 24 માર્ચ રાતે 12 વાગ્યાથી દેશભરમાં લોકડાઉનની જાહેરાત કરી હતી. જોકે કેટલાક દેશ હાલ પણ કોરોના વાયરસને ગંભીરતાથી નથી લઈ રહ્યા જેના કારણે ત્યાંના કેટલાક નાગરિકો પોતાની સરકારથી નારાજ છે.

તાજેતરમાં એવો જ એક મામલો સામે આવ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ ઓસ્ટ્રેલિયા ક્રિકેટના દિગ્ગજ ખેલાડી અને સ્પિનર શેન વોર્ન પોતાના વડાપ્રધાન સ્કોટ મોરિસનથી ઘણા નારાજ છે. કોરોના વાયરસને લઈ મોરિસનના નિવેદન પર શેન વોર્ન ખૂબ નારાજ થયો છે. તેણે ટ્વીટ કરી પીએમના નિર્ણય પર સવાલ ઉભા કર્યા છે. તે એટલો ગુસ્સે થયો કે ટ્વીટના અંતમાં તેને પીએમ માટે અભદ્ર શબ્દોનો પણ ઉપયોગ કરી દીધો.

રિપોર્ટ પ્રમાણે મોરિસને મંગળવારે દેશને સંબોધિત કરતા સમયે કેટલીક અજીબો ગરીબ વાતો કરી. મોરિસને કોરોના વાયરસ દરમિયાન સ્કૂલ ખુલ્લા રાખવા નિર્ણય કર્યો. જ્યારે કોઈના અંતિમ સંસ્કારમાં 10થી વધુ લોકોને એકત્ર ન કરવા ચેતવણી પણ આપી. આ સાંભળીને શેન વોર્ન ગુસ્સે થઈ ગયો. તેને ટ્વીટ કરી લખ્યું કે,‘પીએમની વાતો સાંભળીને હું પણ દરેક ઓસ્ટ્રેલિયન નાગરિકની જે એમ જ સમજ્યો છું કે જે જરૂરી છે તે બિનજરૂરી છે અને જે બિનજરૂરી છે તે જરૂરી છે. મને સમજાતું નથી કે અત્યારે પણ શોપિંગ સેન્ટરથી લોકો નવી શર્ટ ખરીદી શકે છે. પીએમના નિવેદનથી દુ:ખ થયું. તરત જ લોકડાઉન થવું જોઈએ.’ આ સાથે શેન વોર્નએ અભદ્ર શબ્દોનો ઉપયોગ પણ કર્યો.

રિપોર્ટ પ્રમાણે ઓસ્ટ્રેલિયામાં હાલ લગભગ 3 હજાર લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે. જેમાંથી 9 લોકોના મોત થયા છે. ઓસ્ટ્રેલિયામાં પરિસ્થિતિઓ દિવસે-દિવસે ગંભીર થઈ રહી છે. ત્યાંની સરકારે 41 અબજ ડોલરના રાહત પેકેજની જાહેરાત પણ કરી છે. પરંતુ દેશને લોકડાઉન ન કરવાથી તેમની મુશ્કેલીઓ વધી શકે છે.

આ વીડિયો પણ જુઓ: રાજસ્થાન પગપાળા જનારા માટે સરકારે કરી બસની વ્યવસ્થા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન