શનિવારે બની રહ્યો છે શુભ સંયોગ, શનિદેવ આ રાશિના લોકોની ચમકાવશે કિસ્મત - Sandesh
  • Home
  • Astrology
  • શનિવારે બની રહ્યો છે શુભ સંયોગ, શનિદેવ આ રાશિના લોકોની ચમકાવશે કિસ્મત

શનિવારે બની રહ્યો છે શુભ સંયોગ, શનિદેવ આ રાશિના લોકોની ચમકાવશે કિસ્મત

 | 4:35 pm IST

7 માર્ચે અમાવસ છે અને તે દિવસે શનિવાર પણ છે તેથી આ દિવસે અમાવસ અને શનિવારનો શુભ સંયોગ બની રહ્યો છે. જો અમાવસ શનિવારના દિવસે આવતી હોય તો તેને શનિ અમાવસ કહેવામાં આવે છે. આ સંયોગનાં કારણે આ દિવસને ભગવાન શનિને ખુશ કરવાની સારી તક માનવામાં આવે છે. જેના પર પણ શનિની સાડાસાતી અથવા અઢી વર્ષની પનોતી ચાલી રહી હોય તો તે લોકો કેટલાંક ઉપાય કરીને પનોતીના પ્રભાવને ઓછો કરી શકે છે. આ સમયે વૃશ્ચિક, ધન અને મકર રાશિ પર શનિની સાડાસાતી પનોતી ચાલી રહી છે જ્યારે વૃષભ અને કન્યા રાશિના જાતકો પર અઢી વર્ષની પનોતી ચાલી રહી છે. તેવામાં જો આ શુભ સંયોગમાં પોતાની રાશિ પ્રમાણે શનિદેવને પ્રસન્ન કરીને કેટલાંક ઉપાય કરવાથી સમસ્યાઓ દૂર થશે.

 મેષ રાશિ – આ રાશિના લોકોએ શનિદેવને તેલ ચઢાવવું અને હનુમાન ચાલીસાનો પાઠ કરવો.

 વૃષભ રાશિ – વૃષભ રાશિના લોકો પર અઢી વર્ષની પનોતી ચાલી રહી છે તેથી આ રાશિના જાતકોએ દશરથ દ્વારા રચિત શનિ સ્ત્રોતનો પાઠ કરવો.

 મિથુન રાશિ – શનિ અમાવાસ પર હનુમાનજીને સિંદૂર ચઢાવવું.

 કર્ક રાશિ – શનિ આમાવાસ્યના દિવસે પીપળ દેવતા પર સવારે જળ ચઢાવવું.

 સિંહ રાશિ – લોખંડની બનેલી અંગુઢીને વચ્ચેની આંગળીમાં પહેરવી. શનિ અમાવસ્યાના દિવસે તેને પહેરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે.

 કન્યા રાશિ – કાળા અડદની દાળને ગરીબોને દાન કરવી.

 તુલા રાશિ – આ દિવસે ગરીબ લોકોને ભોજન કરાવવું અને કાળી વસ્તુંઓનું દાન કરવું.

 વૃશ્ચિક રાશિ – શનિ અમાવસ્યના દિવસે શનિદેવનાં મંદિરે જઈને ત્યા સ્થાપિત વૃક્ષની પૂજા કરવી.

 ધન રાશિ – આ દિવસે ખીચડીનું દાન કરવાથી ધન રાશિના જાતકો માટે શુભ માનવામાં આવે છે.

 મકર રાશિ – શનિદેવને ખુશ રાખવા માટે આ દિવસે 11 વખત હનુમાન ચાલીસાનો પાઠ કરવો.

 કુંભ રાશિ – સાંજે પીપળાના વૃક્ષની નીચે તેલનો દીવો કરવો.

 મીન રાશિ – શનિ અમાવસ્ય પર જ નહીં પણ દર શનિવારે શનિદેવને કાળા અડદ ચઢાવવા અને દાન કરવું.