shani and guru coincidence after 59 years effect all zodiac sign
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • 59 વર્ષે આવ્યો દુર્લભ સંયોગ, બૃહસ્પતિ અને શનિની યુતીથી 5 મહિના દેશ-દુનિયા પર રહેશે સંકટ

59 વર્ષે આવ્યો દુર્લભ સંયોગ, બૃહસ્પતિ અને શનિની યુતીથી 5 મહિના દેશ-દુનિયા પર રહેશે સંકટ

 | 3:08 pm IST

20 નવેમ્બરે (Jupiter Transit 2020) ગુરુ મકર રાશિમાં પ્રવેશ્યો છે. બૃહસ્પતિનું આ રાશિ પરિવર્તન ખુબજ પ્રભાવી માનવામાં આવે છે. આ ગ્રહ વક્રી અવસ્થામાં ધન રાશિમાં હતો. મકર રાશિમાં ગુરુ (brihaspati in makar rashi)ને ખૂબ નબળો માનવામાં આવે છે. બીજું, આ રાશિમાં ગુરુની સાથે શનિ (Shani) પણ છે. આ રાશિ પરિવર્તન દેશ અને વિશ્વ પર અસર પાડશે.

શનિ (Shani)ને કારણે ગુરુનું આ રાશિ પરિવર્તન વધુ મહત્વનું બન્યું છે. શનિ અને ગુરુના આવા સંયોજનની રચના 59 વર્ષ પહેલાં થઈ હતી. શનિ-ગુરુની આ યુતી તે સમયે પણ સારી સાબિત થઇ ન હતી અને હજી પણ તે શરૂઆતમાં સારી લાગતી નથી. ગુરુ અને શનિની આ યુતિ વિશ્વભરમાં અસ્થિરતા પેદા કરી શકે છે. યુદ્ધ, રાજકીય અસ્થિરતા અને મંદી જેવી પરિસ્થિતિઓ બનશે. જોકે, ભારતમાં સ્થિતિ ધીરે ધીરે સુધરશે. રાહુ ઉપર ગુરુની દ્રષ્ટિને કારણે પરિસ્થિતિ નિયંત્રણમાં રહેશે.

મેષ રાશિ
આપની ઇચ્છાઓ-અપેક્ષાઓ અધૂરી ન રહે તે જોજો. વિવાદ ટાળજો. પ્રવાસ ફળદાયી બને. અગત્યના કાર્યમાં સાનુકૂળતા. લાભદાયી તક મળતી લાગે. પ્રવૃત્તિમય દિવસ રહે.

વૃષભ રાશિ
મનની મુરાદ મનમાં રહેતી લાગે. કોઈના ભરોસે રહેવા કરતાં જાત મહેનત જિંદાબાદ એ ન ભૂલશો. વ્યસ્ત અને પ્રવૃત્તિશીલ રહેવાથી મન શાંત રાખી શકશો. વિવાદ ટાળવા.

મિથુન રાશિ
ચિંતા-વિષાદનાં વાદળો વિખેરાતાં જણાય. નાણાભીડ હળવી બને. ખર્ચ અટકાવજો. આપની મનની ઈચ્છા પૂરી કરવા આપે હજી રાહ જોવી પડે. મહેનત વધુ કરશો તો લાભ મળે.

કર્ક રાશિ
આપની અગત્યની કામગીરી સફળ બનાવી શકશો. કૌટુંબિક કામકાજ સફળ બનતાં જણાય. મિત્ર-વડીલ વર્ગથી સહાય મળે. તબિયત સાચવવી.

સિંહ રાશિ
શંકા-કુશંકાના વાદળો વિખેરાતાં જણાય. મન પ્રફુલ્લિત રહે. મિલન-મુલાકાત ફળે. ‘મન ચંગા તો કથરોટ મેં ગંગા’ એ ઉક્તિ ન ભૂલશો. પ્રવાસ વિલંબિત જણાય.

કન્યા રાશિ
આત્મવિશ્વાસ અને દૃઢ સંકલ્પશક્તિ આપની કામગીરીને સફળ બનાવશે. ચિંતા છોડજો. આપની અગત્યની કામગીરીમાં આગળ વધી શકશો. મનદુઃખ દૂર કરી શકશો.

તુલા રાશિ
પ્રવૃત્તિમય અને વ્યસ્ત દિવસ રહે. ખર્ચ ટાળવા. વિવાદ-વિષાદ દૂર થતાં મન શાંત રહે. મનની આશા ફળતી લાગે. આપની મહેતનનું ઇષ્ટ ફળ મેળવી શકશો.

વૃશ્ચિક રાશિ
આપની મનની શાંતિ માટે ધ્યાન-યોગ ઉપયોગી માનજો. મિત્ર-વડીલ વર્ગથી સહાય મળે. ભાગ્ય ફળતું લાગે.

ધન રાશિ
આપના અગત્યના કામકાજમાં સાનુકૂળતા. લાભની તક સરી ન પડે તે જોજો. કોઈના પર વિશ્વાસ મૂકતાં પહેલાં સો વાર વિચારજો

મકર રાશિ
ચિંતા ચિતા સમાન છે એ ન ભૂલશો. મન શાંત રાખીને કાર્ય કરશો તો આગળ જતાં લાભ મળે.

કુંભ રાશિ
વિશ્વાસે વહાણ હાંકવું ભારે પડે. કઠિન પુરુષાર્થ જ સફળ બનાવશે એ ન ભૂલશો. સમયના તકાજાને સમજીને ચાલશો તો લાભ જરૃર મળી આવે. વિવાદ અટકાવજો.

મીન રાશિ
પરિસ્થિતિ વિપરીત થતી લાગે. ચિંતા છોડીને આગળ વધવાથી સફળતા મળી આવે. મનોઇચ્છાઓ પૂર્ણ કરવા માટે આપે હજી રાહ જોવી પડે. પ્રયત્નો વધારવાથી લાભ મળે.

આ વીડિયો જુઓ: વિરપુરના જલારામ મંદિરનો મહિમા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન