shani Dev vakri In five zodiac More effects-and-upay
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • સૂર્ય પુત્ર શનિદેવ થશે વક્રી, આ પાંચ રાશિએ ખુબજ સંભાળવુ વધશે મુશ્કેલી

સૂર્ય પુત્ર શનિદેવ થશે વક્રી, આ પાંચ રાશિએ ખુબજ સંભાળવુ વધશે મુશ્કેલી

 | 4:07 pm IST
  • Share

બધા ગ્રહોમાં સૌથી ધીમો ગતિશીલ ગ્રહ શનિ છે. શનિની ધીમી ગતિની તમામ રાશિના જાતકો પર વિપરીત અસર પડે છે. જે રાશિ પર શનિની વક્ર દૃષ્ટી (shani Dev vakri )પડે તેની પારાવાર મુશ્કેલીઓ વધે છે. શનિની (shani Dev)પનોતી જાતકને હેરાન કરી દે છે.

.બધા ગ્રહોમાં, શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. તેઓ કર્મના આધારે વ્યક્તિને ફળ અથવા સજા આપે છે.2021માં શનિ શનિ દેવ એક રાશિથી બીજી રાશિમાં અઢી વર્ષનો સમય લગાડે છે. શનિ 2021 માં કોઈ રાશિ પરિવર્તન કરશે નહીં.

આ પહેલા ન્યાયના દેવતા અને સૂર્યપુત્ર શનિદેવે 7 જાન્યુઆરીએ સાંજે 5.38 વાગ્યે પશ્ચિમમાં અસ્ત થઇ ગયા છે. ત્યારબાદ 9 ફેબ્રુઆરીએ પૂર્વમાં ઉદય થશે. તેમના અસ્ત થવાથી ઘણા ઉતાર-ચઢાવ આવે છે. જ્યારે શનિ અસ્ત થાય છે, ત્યારે તેમની અસર ઓછી થાય છે. જ્યારે 9 ફેબ્રુઆરી 2021 ​​રોજ ફરીથી શનિ દેવનો ઉદય થશે ત્યારે શનિનો પ્રભાવ ફરી એકવાર શરૂ થશે.

શનિ વક્રી
જ્યારે 2021 માં શનિ 23 મેના રોજ વક્રી થશે, ત્યારે તેનો પ્રભાવ ઘણી રાશિ પર રહેશે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ માર્ગી શનિ શુભ છે જ્યારે વક્રી શનિ અશુભ પરિણામ આપે છે. ઘણા પ્રકારની ઘટનાઓ પાછળ શનિ વક્રી થવાનુ શરૂ કરે છે જેને સારી માનવામાં આવતી નથી. શનિ 23 મેના રોજ મકર રાશિમાં વક્રી થશે.

5 રાશિના જાતકો પર શનિની નકારાત્મક અસર
મકર રાશિમાં શનિ વક્રી થશે તો પાંચ રાશિની મુશ્કેલીઓ વધશે. જ્યારે શનિ મકર રાશિમાં છે, ત્યારે કુંભ રાશિ પર સાડા સાતીની અસર થઇ રહી છે, જ્યારે મિથુન અને તુલા રાશિ ફરીથી ઢૈય્યાની અસરમાં આવશે

શનિ દોષને દૂર કરવાના ઉપાય
શનિ દોષથી મુક્તિ મેળવવા માટે, હનુમાન ચાલીસાના પાઠ કરવો અને શનિને લગતી વસ્તુઓનું દાન કરવું એ સૌથી યોગ્ય રીત માનવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન