shani jayanti vishesh sanyog in 972 years kashi jyuotish
  • Home
  • Astrology
  • ખુશી મનાવો! 972 વર્ષ બાદ થયો ખાસ સંયોગ, કાશીના પંડિતોએ કરી કોરોના વિશે ભવિષ્યવાણી

ખુશી મનાવો! 972 વર્ષ બાદ થયો ખાસ સંયોગ, કાશીના પંડિતોએ કરી કોરોના વિશે ભવિષ્યવાણી

 | 1:43 pm IST

વૈશાષ મહિનાની અમાસ તિથિએ શનિદેવનો જન્મ થયો હતો, આથી આજના દિવસે શનિ જયંતી મનાવવામાં આવે છે. આ વખતે શનિ જયંતિ 22મે અને શુક્રવારે છે. આ દિવસે શનિ દેવની પૂજા કરવાનું વિશેષ વિધાન છે. કાશીના જ્યોતિષિઓએ કહ્યુ કે 972 વર્ષ પછી શનિ જયંતિ પર વિશેષ સંયોગ રચાઇ રહ્યો છે. આ દિવસે શનિ પૂજા કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે.

આ પણ વાંચો: આવતી કાલથી શરૂ થશે જેઠ મહિનો, શિવપુરાણ અનુસાર કરી લો આ ઉપાય

હાલ સમગ્ર દુનિયા કોરોના સામે લડી રહી છે ત્યારે કોરોના ક્યારે જશે તે સવાલ સૌને સતાવી રહ્યો છે. કોરાનાને લઈને ભવિષ્યવાણી કરવામાં આવી રહી છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આજના દિવસે ચાર ગ્રહ એક જ રાશિમાં રહેશે કહેવાય છે કે આ સંયોગના કારણે કોરોના મહામારીમાં ઘટાડો થશે.

આજે વિજ્ઞાન અને ટેકનોલોજીએ પણ કોરોના સામે માથુ ટેકવુ દીધુ છે ત્યારે ધર્મ તરફે સૌ કોઈની આશા ભરી નજર રહે તે સ્વાભાવિક છે.

આ પણ વાંચો: શનિ જયંતી પર શનિ ચાલશે ઉલ્ટી ચાલ, આ 5 મંત્રો દૂર કરશે સાડાસાતી, ઢૈય્યાનો પ્રભાવ

વિદ્વાનો અને પંડિતોના જણાવ્યા અનુસાર કોઇ પણ વ્યાધિ કે ચેપની અવધી એક ગ્રહણ કાળથી બીજા ગ્રહણ કાળ સુધી જ રહે છે. આવામાં કોરોના સંક્રમણી શરૂઆત 26 ડિસેમ્બર 2019ના સૂર્યગ્રહણ પછી થઈ હતી આગળનું સૂર્ય ગ્રહણ 21 જૂને છે આથી કોરોનાનું સંકટ ટળી જાય તેવી સૌ કોઈની ઇચ્છા છે.

આ પણ વાંચો: આ રાશિ અને નક્ષત્રમાં થશે વર્ષનું બીજુ ચંદ્ર ગ્રહણ, જાણીલો કેવી પડશે સારી-માઠી અસર

આજે શનિ જયંતિ પર કૃણ્ણ અમાવસ્યા અને શનિ જયંતિનો એક મોટો સંયોગ થઈ રહ્યો છે. શનિ પાપ ગ્રહ અને ન્યાયના દેવતા હોવાથી ખુબજ ક્રુર ગ્રહ તરીકેની છાપ ધરાવે છે. જે લોકોની સાડાસાતી કે શનિ મહાદશા ચાલી રહી છે તેમના માટે આ સ્વર્ણિમ યોગ છે. આ સંયોગમાં શનિ દેવની આરાધના કરવાથી ગમે તેવી મુશ્કેલીઓ ટળી શકે છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 972 વર્ષની લાંબી અવધીને લઈને 22 મે એટલે કે આજે શનિ જયંતિ પર ચાર ગ્રહ સૂર્ય, ચંદ્ર, બુધ અને શુક્ર એક સાથે વૃષભ રાશિમાં રહેશે. આવો જ સંયોગ 1048માં થયો હતો અને હવે પછી આવનારા પાંચસો વર્ષ પછી થશે. આ વિશેષ યોગમાં શનિ દેવની ઉપાસના અને આરાધના કરવાથી વિશેષ લાભ થશે.

આ વીડિયો જુઓ: શનિદેવ સૌથી ઉત્તમ કૃપા પ્રાપ્ત કરવાનો શાસ્ત્રોક્ત ઉપાય

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન