shani mantras for sadesaati and cure shani dasha spiritual
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astro
  • શનિ જયંતી પર શનિ ચાલશે ઉલ્ટી ચાલ, આ 5 મંત્રો દૂર કરશે સાડાસાતી, ઢૈય્યાનો પ્રભાવ

શનિ જયંતી પર શનિ ચાલશે ઉલ્ટી ચાલ, આ 5 મંત્રો દૂર કરશે સાડાસાતી, ઢૈય્યાનો પ્રભાવ

 | 1:55 pm IST
  • Share

શનિ જયંતી પર આ વખતે વિશેષ સંયોગ રચાઇ રહ્યો છે. આ વખતે શુભ તિથિ 22મેના શુક્રવારે શનિમહારાજ 30 વર્ષના અંતર પછી પોતાની રાશિ મકરમાં ઉપસ્થિત થશે. 9 ગ્રહો વચ્ચે ન્યાયધીશ તરીકે જાણીતા શનિદેવ 11 મેના પોતાની જ રાશિમાં વક્રી થયા છે. શનિના વક્રી થવાથી જેમના પર સાડાસાતી કે ઢૈય્યા ચાલે છે તેમના પર વિશેષ પ્રભાવ જોવા મળશે. આજે આપણે શનિની સાડાસાતી અને ઢૈય્યાને દૂર કરવા કેટલાક સચોટ મંત્ર અંગે વાત કરીશું.

વૈદિક મંત્ર
ॐ શં નો દેવીરભિષ્ટય આપો ભવન્તુ પીતયે શંયોરભિ સ્ત્રવન્તુ ન:

પૌરાણિક મંત્ર
નીલાંજનસમાભાસં રવિપુત્ર યમાગ્રજમ્
છાયામાર્તળ્ડસમ્ભૂતં તં નમામી શનૈશ્ચરમ્

બીજ મંત્ર
ॐ પ્રાં પ્રીં પ્રોં સ: શનૈશ્ચરાય નમ:

સામાન્ય મંત્ર
– ॐ શંનૈશ્ચરાય નમ:
– ॐ નીલાંજન નીભાય નમ:
– ॐ નીલચ્છત્રાય નમ:

જ્યોતિષ શાસ્ત્રના નિષ્ણાંતોનુસાર આ મંત્રોનો જાપ કરવાથી કોઈપણ સમસ્યાનું સમાધાન થઈ જાય છે. આ મંત્ર જાપ કરો ત્યારે ઘરમાં તેલમાં તળેલી કોઈપણ વાનગી બનાવી શનિદેવને અર્પણ કરવી. આ પ્રસાદ ઘરે ન લાવવો, તેનું વિતરણ ગરીબોમાં કરી દેવું.

આ વખતે રચાશે શુક્રવાર અને અમાસનો યોગ
આ વખતે રચાશે શુક્રવાર અને અમાસનો યોગ. શુક્રવાર અને અમાસના યોગમાં સૂર્યાસ્ત બાદ તુલસી પાસે દીવો પ્રગટાવો. દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરો. પૂજામાં દક્ષિણાવર્તી શંખથી અભિષેક કરો.વૈશાખ મહિનાની અમાસના દિવસે શુક્રવારનો સંયોગ બનવાથી ચોખાનું દાન કરવું જોઇએ. સાથે જ, ગાયને લીલું ઘાસ ખવડાવવું જોઇએ.

આ વીડિયો જુઓ: શનિદેવનું ભજન  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન