shani margi in Sagittarius from 18 September,astrology
  • Home
  • Astrology
  • શનિનું ધનુ રાશિમાં ગોચર, આ રાશિઓના જાતક થઈ જશે માલામાલ

શનિનું ધનુ રાશિમાં ગોચર, આ રાશિઓના જાતક થઈ જશે માલામાલ

 | 2:50 pm IST

સપ્ટેમ્બર મહિનો ગ્રહ નક્ષત્રોના પરિવર્તન માટે ખુબજ મહત્વનો છે. બુધવારે 18 સપ્ટેમ્બરે ગ્રહોના ન્યાયધીશ અને કર્મોના આધારે ફળ આપનાર ગ્રહ છે. શનિ પોતાની ચાલ બદલશે. શનિ ધનુ રાશિમાં વક્રીમાંથી માર્ગી થશે. શનિ જે ધનુ રાશિમાં ઉલ્ટો ચાલી રહ્યો હતો જે 18 સપ્ટેમ્બરથી સીધી થઈ જશે. શનિની સીધી ચાલને શુભ માનવામાં આવે છે.

આ પણ વાંચો: આ સચોટ ટુચકા અજમાવી જુઓ, ધનવાન બનતા કોઈ નહીં રોકી શકે!

શનિ માર્ગી થશે તેની આવી પડશે અસર
બે ગ્રહ રાહુ-કેતુને છોડીને 18 સપ્ટેમ્બરે તમામ ગ્રહ માર્ગી રહેશે. શનિ માર્ગી અથવા વક્રી માર્ગી થવાથી તમામ રાશિઓ પર તેની અસર જોવા મળશે. જે રાશિમાં ભ્રમણ કરવાથી મધ્ય કે વક્રી થાય છે તેમને ખુબજ માનસિક પીડાનો સામનો કરવાનો રહે છે. શનિ માર્ગી હોવાથી ખાસ કરીને મેષ રાશિ અને સિંહ રાશિને કોઈને કોઈ શુભ સમાચાર મળશે.

આ રાશિઓ માટે રહેશે શુભ અસર
શનિ 18 સપ્ટેમ્બરે ધનુ રાશિમાં માર્ગી થવાથી મેષ, કર્ક, સિંહ, કન્યા, વૃશ્ચિક, કુંભ અને મીન રાશિના લોકોને લાભ મળશે. જે કામ અટકેલા હોય છે તે પૂરા થશે. ક્યાંક ને ક્યાંક સારા સમાચાર આવશે.

આ રાશિના લોકો રહેજો સતર્ક
શનિની ચાલ બદલવાથી કેટલીક રાશિઓ પર ખરાબ અસર થશે. આ રાશિઓ છે વૃષભ, મિથુન, તુલા, ધનુ અને મકર

આ Video જુઓ: જાણો એક મોતી દ્વારા આ તમામ મુશ્કેલીમાંથી ઉગારવાનો ઉપાય

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન