શનિનો ઉદય થવાથી આ રાશિના જાતકોને થશે લાભ - Sandesh
NIFTY 10,971.10 +34.25  |  SENSEX 36,400.58 +76.81  |  USD 68.3750 -0.20
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • શનિનો ઉદય થવાથી આ રાશિના જાતકોને થશે લાભ

શનિનો ઉદય થવાથી આ રાશિના જાતકોને થશે લાભ

 | 1:10 pm IST

ગત 5 ડિસેમ્બરે 34 દિવસ માટે શનિ ગ્રહ અસ્ત થઈ ગયો હતો જે ગત રવિવારે 7 જાન્યુઆરી સાંજે 5.40 તેનો ઉદય થઈ ગયો છે. નોકરી, ધંધા અને
સ્વાસ્થ્ય પર તેની અસર પડશે. શનિ ઉદયને પગલે તમારી સાથે ખરાબ કે સારી ઘટના બની શકે છે. જે રાશિઓ પર શનિ ભારે છે તે લોકોએ આ ઉપાય
કરવો પડશે.

શનિ ધન રાશિમાં અસ્ત થયો હતો તે જ રાશિમાં તેનો ઉદય થયો છે. સૂર્ય પુત્ર શનિ ધન રાશિમાં ઉદય થયો હોવાને કારણે નુકસાન ઓછું કરશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં થતી સમસ્યા દૂર થશે. શનિ ગુરુની ધનુરાશિમાં છે. આમ તે પોતાની સમ રાશિમાં હોવાને કારણે ઓછો નુકસાનકારક બને છે. તેથી વિદ્યાર્થીઓને પરીક્ષા સારી જઈ શકે. તેમજ સારી ટકાવારી સાથે પાસ થવા માટે આ ઉપાય કરવો જોઈએ.

કાળા કપડામાં સરસિયાના તેલની બોટલ અને 8 સિક્કા બાંધી લેવા. પછી તેને કોઈ ગરીબને દાન કરી દેવું. એનાથી શનિ દોષ ઘટે છે.

જેને સાડાસાતી ચાલતી હોય તે લોકોને મુશ્કેલી વધી શકે. સાડાસાતીની પનોતી વૃશ્ચિક, ધન અને મકર રાશિવાળા લોકો પર છે. અને આ રાશિનો લોકો વધારે હેરાન થઈ શકે. તેમજ વૃષભ, કન્યા અને મકર રાશિવાળા લોકો પર પણ શનિનો ખરાબ પ્રભાવ પડે. અભ્યાસ અને ધંધા પર તેની વિપરિત અસર થતી હોય કે દેવું વધી ગયું હોય કે ઘરમાં ઝગડા અને બીમારી પણ વધી હોય તો તેને દૂર કરવા માટે લોંખડની કડાઈમાં ચણા અને ગોળનું દાન કરવાથી થોડી રાહત મળશે.

શનિની મહાદશા જેના પર છે તેમને કોઈ રાહત મળશે નહિ. જે લોકો પર શનિની મહાદશા ચાલી રહી છે તે લોકોને કામમાં કોઈ સફળતા મળશે નહિ. તેમજ અભ્યાસ પર તેની ખરાબ અસર પડશે. નોકરી અને ધંધામાં પણ નુકસાન થઈ શકે છે. દેવું, ઝગડા વધશે. તેમજ પૈસાની સમસ્યા થશે. આવા સમયે તમારે શનિદેવ પર ગુલાબનો હાર ચઢાવો અને સરસીયાના તેલનો દિવો કરવો તેનાથી શનિ દેવની કૃપા તમારા પર રહેશે.

શનિને કરાણે અમુક રાશિઓને લાભ થશે. વેપારમાં ધનની પ્રાપ્તિ થશે. નોકરીમાં પ્રમોશન મળશે અને પગાર વધશે. આ છે કેટલીક રાશિ તેને શનિથી લાભ થશે.

કર્ક- કર્ક રાશિ માટે આ સારો સમય છે. કોઈ પણ કાર્યમાં અડચણ નહી આવે. તેમજ આર્થિક સમસ્યા દૂર થશે.

તુલા રાશિ – આ રાશિના લોકોને અચાનક ક્યાંક બહાર જવાનું થઈ શકે છે. તેમજ સમાજમાં માન સન્માન વધશે અને પરિવારનો સહયોગ પણ પ્રાપ્ત થશે. સાથે આર્થિક લાભ પણ થશે.

મીન રાશિ – આ રાશિના જાતકોની આવકમાં લાભ થશે. તેમજ રોકાયેલા કાર્યમાં સફળતા મળશે. જો કે, પ્રયાસ કરવાથી આર્થિક લાભમાં સફળતા મળી શકે છે.